મારી પત્નીને સેક્સ દરમિયાન ઘણી પોઝિશનમાં ફાવતુ નથી, હું શું કરું?

Published: 18th November, 2014 04:47 IST

મારાં લગ્નને ચાર મહિના થયાં છે. લગ્ન પહેલાં ચાર વર્ષ અમારી વચ્ચે અફેર હતું.સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને ચાર મહિના થયાં છે. લગ્ન પહેલાં ચાર વર્ષ અમારી વચ્ચે અફેર હતું. જોકે એ વખતે અમે ક્યારેય કિસિંગથી આગળ નહોતાં વધ્યાં. લગ્ન પછી અમારી રિયલ સેક્સ-લાઇફ શરૂ થઈ ત્યારે વિચિત્ર સમસ્યા પેદા થઈ છે. મારી વાઇફ ફોરપ્લે દરમ્યાન ખૂબ ખુશ હોય છે, તેને રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ ખૂબ ગમે છે. જોકે પેનિટ્રેશન વખતે તે ઇરિટેટ થઈ ઊઠે છે. કેટલાક પ્રયોગો પછી એટલું સમજાય છે કે મેલ સુપિરિયર પોઝિશન વખતે તે બેબાકળી થઈ જાય છે. ડૉગી પોઝિશન કે સાઇડ બાય સાઇડ પોઝિશનમાં તેને ખાસ વાંધો નથી આવતો. અમારી વચ્ચે પેટછૂટી વાતચીત કરી શકાય એટલી મોકળાશ છે એટલે વાતવાતમાં આવું થવાનું કારણ મેં જાણવાની કોશિશ કરી હતી. તેનું કહેવું છે કે એ પોઝિશનમાં તેને કોઈ બળાત્કાર કરતું હોય એવું લાગે છે. નાનપણમાં તેણે કોઈનો બળાત્કાર થતો જોયેલો અને પીડિત યુવતી જોરજોરથી ચિલ્લાઈ રહી હતી. અન્ય પોઝિશનમાં પણ પેનિટ્રેશન વખતે તે પૂરતી કમ્ફર્ટેબલ નથી હોતી. તો શું આ સ્થિતિમાં અમે ક્યારેય નૉર્મલ સેક્સ નહીં કરી શકીએ?

જવાબ : બાળપણમાં કુમળા મન પર અંકિત થયેલા અનુભવો ખૂબ ઊંડી છાપ છોડી જતા હોય છે. આવા સંજોગોમાં તમે બળજબરીથી સંભોગ કરવાનો આગ્રહ નથી રાખ્યો એ ખૂબ જ સારું કર્યું છે. તમે પત્નીની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરો છો એ ખૂબ જ સારી વાત છે. મનમાં ભરાઈ ગયેલી ગ્રંથિ અને ડરને કારણે સેક્સ-લાઇફનો પૂરતો આનંદ લેવામાં અડચણ આવે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તમારે કોઈ સારા સાઇકોલૉજિકલ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

તમે પત્નીની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરો છો એટલે સ્થિતિને ઉકેલતાં બહુ તકલીફ નહીં પડે. કાઉન્સેલિંગ કે હિપ્નોથેરપીથી વ્યક્તિના મનમાં સંઘરાઈ પડેલી ખરાબ યાદોને ભૂંસી શકાય છે.જોકે આ ખૂબ ધીમે-ધીમે થતું કામ છે એટલે તમારે ધીરજ રાખવી પડશે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે આ ખરાબ યાદોમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તમે અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK