નૉર્મલી ઇન્દ્રિયપ્રવેશ પછી કેટલા સમય પછી વીર્યસ્ખલન થવું જોઈએ?

Published: 21st December, 2011 09:53 IST

હું સેક્સની બાબતમાં થોડોક એક્સપરિમેન્ટેટિવ છું. હું અવારનવાર કૉલગર્લ પાસે જતો હતો. હવે બંધ કરી દીધું છે. જોકે તેની પાસે જઈને મને ખૂબ લઘુતાગ્રંથિ થતી હતી એટલે છોડી દીધેલું.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું સેક્સની બાબતમાં થોડોક એક્સપરિમેન્ટેટિવ છું. હું અવારનવાર કૉલગર્લ પાસે જતો હતો. હવે બંધ કરી દીધું છે. જોકે તેની પાસે જઈને મને ખૂબ લઘુતાગ્રંથિ થતી હતી એટલે છોડી દીધેલું. એક છોકરીએ મને કહેલું કે તેના બીજા કસ્ટમર્સ તો વીસથી ચાલીસ મિનિટ સુધી સમાગમ કર્યા પછી વીર્યસ્ખલન કરતા હતા. જ્યારે મેં જોયું તો મારી ઉત્તેજના સાતથી દસ મિનિટ સુધી જ ટકે છે. એ પછી મને ઇજૅક્યુલેશન થઈ જ જાય છે. કૉલગર્લને છોડ્યાના લગભગ વરસ પછી મેં હમણાંથી ત્રણ-ચાર વાર મારી એક ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણ્યું હતું. તે તો મારા પર્ફોર્મન્સથી ખૂબ ખુશ હતી. જોકે એ વખતે પણ મારું સ્ખલન આઠ મિનિટમાં થઈ ગયેલું. મારે જાણવું છે કે નૉર્મલી ઇન્દ્રિયપ્રવેશ પછી કેટલા સમય પછી વીર્યસ્ખલન થવું જોઈએ?

જવાબ : સૌથી સાદી સલાહ આપું તો એ છે કે તમે મિનિટોની ગણતરીઓ માંડી વાળીને એમાંથી આનંદ લેવાનું શરૂ કરો. તમે સમાગમ દરમ્યાન ઘડિયાળ સામે રાખીને જાણે કોઈ લૅબોરેટરીમાં પ્રયોગ કરતા હો એમ કરો છો એની સાઇકોલૉજિકલ માઠી અસર પડી શકે છે. પેલી કૉલગર્લે તમારામાં જે લઘુતાગ્રંથિ પેદા કરી હતી એ સાવ જ ખોટી હતી.

સમાગમ લાંબો ચલાવવા માટે થઈને તમે કરો છો કે પછી આનંદ મળે એના માટે? કોઈને આનંદ બે મિનિટમાં મળી જાય છે તો કોઈકને બાવીસ મિનિટ પછી. સમાગમ કરતાં પણ વધુ અગત્યનું છે એની સાથે તમે એને કેટલું માણો છો. તમે હાઈ ઇન્ટેન્સિટી ઍક્ટિવિટી કરતા હો તો ઝડપથી સ્ખલન થાય ને જો યોનિપ્રવેશ પછી પણ તમે હળવી ચેષ્ટાઓમાં જ રત રહો તો લાંબો સમય પણ ચાલે.

ટૂંકમાં કહું તો કદી સમાગમના સમયને માપીને તમારા પર્ફોર્મન્સને આંકવાની કોશિશ ન કરો. તમારી પાર્ટનરને સંતોષ મળે અને તમને આનંદ આવે એવી ક્રિયાઓ પર ફોકસ કરો. એક વાર તમામ ગણતરીઓ ભૂલીને માત્ર અને માત્ર પાર્ટનર સાથેની ક્રિયામાં ખૂંપી જશો તો વધુ મજા આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK