મોનૉટોની આવી જતાં સેક્સલાઈફમાં પહેલાં જેટલી મજા નથી આવતી

Published: 15th December, 2011 09:36 IST

હું ૨૯ વર્ષનો યુવાન છું. મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. અમારી સેક્સલાઇફ ઘણી જ સારી છે, પણ ક્યારેક મોનૉટોની આવી જતાં પહેલાં જેટલી મજા નથી આવતી. કંઈક જુદું થાય એ માટે અમે હમણાં જ સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું ૨૯ વર્ષનો યુવાન છું. મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. અમારી સેક્સલાઇફ ઘણી જ સારી છે, પણ ક્યારેક મોનૉટોની આવી જતાં પહેલાં જેટલી મજા નથી આવતી. કંઈક જુદું થાય એ માટે અમે હમણાં જ સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં. ત્યાં એક ફ્રેન્ડ સાથે વાત થતી હતી એમાંથી તેમણે મને ફ્લેવર્ડ કૉન્ડોમ બતાવ્યાં. એ બહારથી ખરબચડાં હતાં. તેનું કહેવું હતું કે આનાથી વાઇફને વધારે મજા આવશે. એની સુગંધ ખૂબ જ સારી હતી એટલે એક વાર અમે તે વાપર્યું પણ ખરું. જોકે એનાથી મારી વાઇફને વજાઇનામાં લાલાશ આવી ગઈ છે. શું સુગંધિત કૉન્ડોમને કારણે એમ થયું હશે? વાઇબ્રેટર વાપરવાથી વધુ મજા આવે છે એવું પણ તે કહેતો હતો, શું એ વાપરી શકાય?

જવાબ : માર્કેટમાં જાતજાતનાં સુગંધિત અને ફ્લેવર્ડ કૉન્ડોમ મળે છે. મોટા ભાગે એનાથી ઍલર્જી થતી નથી; પરંતુ કદાચ બહારની ખરબચડી સપાટી, લાંબો સમય ઘર્ષણ અને વજાઇનામાં ડ્રાયનેસ હોય તો આવું થઈ શકે છે. જોકે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ પ્રકારનાં કૉન્ડોમ ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જરૂરી છે કે એ સારી બ્રૅન્ડનાં અને સારી ક્વૉલિટીનાં હોય, એમાં લેટેક્સ વપરાયેલું  હોય. હલકી કક્ષાનું લેટેક્સ હોય તો એનાથી પણ ખંજવાળ, લાલાશ અને બળતરા થઈ શકે છે.

સેક્સમાં વૈવિધ્ય આવે એ માટે જાતજાતની ઍક્સેસરીઝ માર્કેટમાં મળે છે. વિવિધ ફ્લેવરનાં કૉન્ડોમથી જરૂર નાવીન્ય મળશે. સ્ટ્રૉબેરી, પાઇનૅબલ, ચૉકલેટ, બનાના જેવી ફ્રૂટ્સ ફ્લેવરમાં વપરાતાં કેમિકલ્સની ઍલર્જી તો નથીને એ ચેક કરી લેવું જરૂરી છે.

વાઇબ્રેટર વાપરવામાં વાંધો નથી, પરંતુ એની વાઇબ્રેશનની ફ્રીક્વન્સી વ્યક્તિ એન્જૉય કરી શકે એટલી હદની જ રાખવામાં આવે એ જરૂરી છે. વધુપડતું વાઇબ્રેશન એ ભાગને સંવેદનારહિત પણ બનાવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK