લગ્નને સાત મહિના થયા પરંતુ યોનિપ્રવેશ થઈ જ શકતો નથી

Published: 14th December, 2011 08:58 IST

મારી ઉંમર ૨૫ વરસ છે. લગ્નને સાત મહિના થઈ ગયા છે, પણ હજી સુધી એકેય વાર હું પત્ની સાથે સમાગમ કરી શક્યો નથી. યોનિપ્રવેશ થઈ જ નથી શકતો; જાણે અંદર જવાની જગ્યા જ ન હોય.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૫ વરસ છે. લગ્નને સાત મહિના થઈ ગયા છે, પણ હજી સુધી એકેય વાર હું પત્ની સાથે સમાગમ કરી શક્યો નથી. યોનિપ્રવેશ થઈ જ નથી શકતો; જાણે અંદર જવાની જગ્યા જ ન હોય. થોડુંક પણ પ્રેશર કરું તો તેને દુખાવો થવા લાગે છે ને આગળ વધવાની ના પાડે છે. શરૂઆતમાં મને લાગતું હતું કે તેને કદાચ અમારા સંબંધથી તકલીફ હશે, પણ નૉર્મલ લાઇફમાં તે મને ખૂબ પ્રેમ કરે છે. ફોર-પ્લે દરમ્યાન પણ તેને ખૂબ મજા આવે છે. રોમૅન્ટિક અદાઓ પણ તેને ખૂબ ગમે છે, પણ સમાગમની વાત આવે એટલે જાણે યોનિમાર્ગ સંકોચાઈ ગયો હોય એવું લાગે છે. અમે પરસ્પર મુખમૈથુન કરીએ છીએ. મેં પણ એકેય વાર કોઈ ગર્લફ્રેન્ડ સાથે સમાગમ સુધીનો અનુભવ નથી લીધો. હવે તો આઠ મહિના થઈ ગયા એટલે ધીરજ નથી રહેતી. અમારી વચ્ચે અકળામણ વધવા લાગી છે. તેને કંઈ પણ કહું તો આખો દિવસ રડ્યા કરે છે. સેક્સલાઇફ શરૂ જ નથી થઈ ત્યારે અમે પતિ-પત્નીનું સુખ કેવી રીતે એકબીજાને આપી શકીએ?

જવાબ : તમને પરણ્યાને આઠ મહિના થઈ ગયા છતાં એકેય વાર સમાગમ નથી થઈ શક્યો એનાં બે કારણ હોઈ શકે. એક તો એ કે તમને યોનિપ્રવેશની સાચી ટેક્નિક ન આવડતી હોય. ઘણી વાર યોનિપ્રવેશ માટેની જગ્યા બરાબર લૉકેટ ન થાય તો પણ પ્રવેશ શક્ય નથી બનતો. જોકે આટલા સમય સુધી પ્રયત્ન કર્યો છે એટલે ધારી લઉં છું કે તમે શક્ય એટલા તમામ પ્રયોગો કર્યા હશે.

બીજી શક્યતા છે વેજિનિસ્મનની. તમારી વાઇફને યોનિપ્રવેશ પહેલાં જ યોનિમુખના મસલ્સ બિડાઈ જતા હશે. આવું થવાનાં અનેક કારણો છે. લગભગ ૧૦થી ૨૦ ટકા કપલ્સમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. એમાં ઇન્દ્રિયપ્રવેશને કારણે દુખાવો થવો, બ્લીડિંગ થવો વગેરે મુખ્ય હોય છે. ક્યારેક બાળપણમાં થયેલા ખરાબ અનુભવોને લીધે પણ આ સમસ્યા થઈ શકે છે. બેમાંથી કોઈ પણ તકલીફ હોય, તમને સારા સેક્સોલૉજિસ્ટના માર્ગદર્શનની જરૂર છે ને એ માટે વેઇટ કરવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK