વીર્યસ્ખલનની સાથે લોહીના ટીપાં દેખાયાં, આમ કેવી રીતે થયું હશે?

Published: 13th December, 2011 08:27 IST

મારી ઉંમર ૫૬ વર્ષની છે. મારી વાઇફની ઉંમર પણ ૫૩ વર્ષની છે ને હવે તેને સંભોગમાં બહુ રસ નથી પડતો. પહેલાં નિયમિત હસ્તમૈથુન કરતો હતો, પણ હવે મહિનામાં એકાદ વાર થાય છે. ગયા મહિને છોકરાઓ બહારગામ ગયેલા ત્યારે અમે બેઉ એકલાં જ હતાં. છેલ્લા દસ દિવસમાં અમે બે વાર સમાગમ કર્યો હશે.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૫૬ વર્ષની છે. મારી વાઇફની ઉંમર પણ ૫૩ વર્ષની છે ને હવે તેને સંભોગમાં બહુ રસ નથી પડતો. પહેલાં નિયમિત હસ્તમૈથુન કરતો હતો, પણ હવે મહિનામાં એકાદ વાર થાય છે. ગયા મહિને છોકરાઓ બહારગામ ગયેલા ત્યારે અમે બેઉ એકલાં જ હતાં. છેલ્લા દસ દિવસમાં અમે બે વાર સમાગમ કર્યો હશે. પહેલી વાર વાંધો ન આવ્યો, પણ બીજી બેય વાર મને વીર્યસ્ખલનની સાથે લોહીનાં થોડાંક ટીપાં દેખાયાં. પહેલી વાર તો બહુ ધ્યાન ન આપ્યું, પણ બે દિવસ પછી ફરી સમાગમ કર્યો ત્યારે પણ એમ જ થયું. આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. પેશાબ કરતી વખતે લોહી નથી આવતું અને બળતરા પણ નથી થતી. શું ફરી સમાગમ કરીશ ત્યારે લોહી નીકળશે એ ડરથી ફરી હિંમત જ નથી થતી.

જવાબ : પ્રોસ્ટેટની અંદર આવેલી કોઈ રક્તની નળીના તૂટવાને કારણે કદાચ તમને આ સમસ્યા થઈ હોય એવું લાગે છે. આ સમસ્યાને અંગ્રેજીમાં ‘હેમેટોસ્પર્મિયા’ કહેવાય છે. ગુજરાતીમાં એનો અર્થ થાય રક્તયુક્ત વીર્ય. ઘણી વખત અનિયમિત ઑર્ગેઝમ એટલે કે સંભોગ કરવાની ફ્રીક્વન્સીમાં અનિયમિતતા હોય તો આ સમસ્યા સર્જાઈ શકે છે. દાખલા તરીકે એક વ્યક્તિ મહિનામાં એક વખત સમાગમ કરતી હતી ને પછી દસ દિવસમાં ત્રણ વાર સમાગમ કર્યો. આને કારણે પ્રોસ્ટેટની રક્તવાહિની તૂટી હોઈ શકે છે. આના માટે કોઈ દવા, ગોળી કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી.

થોડા સમય માટે મરચું-મસાલા અને તળેલાં ફરસાણવાળો ખોરાક ઓછો કરી દો. ચા-કૉફી, દારૂ કે સિગારેટની આદત હોય તો એ પણ બંધ કરો. બાથરૂમમાં એક મોટું પ્લાસ્ટિકનું ટબ લઈ કમરનો ભાગ અંદર ડૂબે અને પગ બહાર રહે એમ બેસો. કમરની નીચેનો પેઢુનો આખો ભાગ પાણીમાં ડૂબેલો રહે એટલું હૂંફાળું ગરમ પાણી ભરો. સવારે અને સાંજે ૧૦-૧૦ મિનિટ બેસશો તો ઘણી રાહત અનુભવાશે. આ ઉપરાંત જો તમે સમાગમ અથવા હસ્તમૈથુનમાં નિયમિતતા કેળવશો તો ફરી આ સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK