બોયફ્રેન્ડ સાથે માણેલા સેક્સની પળોથી અત્યારે પણ ઈન્ટિમેટ થઈને હસ્તમૈથુન કરું છું, આદત છોડવી છે

Published: 9th December, 2011 07:52 IST

હું ૩૨ વર્ષની છું. મારે એક બૉયફ્રેન્ડ હતો જેની સાથે હું ફિઝિકલ રિલેશન્સ માણી ચૂકી છું. જોકે એ પછી અમારું બ્રેકઅપ થઈ ગયું. છેલ્લાં ત્રણ વરસથી હું સિંગલ છું. મારી ફ્રેન્ડ્સ બધી મૅરિડ છે તેમની સાથે ક્યારેક આવીબધી વાતો થાય ત્યારે તેઓ કહેતી હોય છે કે તેમના હસબન્ડ્સ મુખમૈથુન અને આંગળીથી કેવી રીતે સંતોષ આપે છે.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું ૩૨ વર્ષની છું. મારે એક બૉયફ્રેન્ડ હતો જેની સાથે હું ફિઝિકલ રિલેશન્સ માણી ચૂકી છું. જોકે એ પછી અમારું બ્રેકઅપ થઈ ગયું. છેલ્લાં ત્રણ વરસથી હું સિંગલ છું. મારી ફ્રેન્ડ્સ બધી મૅરિડ છે તેમની સાથે ક્યારેક આવીબધી વાતો થાય ત્યારે તેઓ કહેતી હોય છે કે તેમના હસબન્ડ્સ મુખમૈથુન અને આંગળીથી કેવી રીતે સંતોષ આપે છે. મને પણ મારો બૉયફ્રેન્ડ જ્યારે હતો ત્યારે ખૂબ મજા આવતી હતી. એ સુખ પાછું મેળવવા હું ક્યારેક જાતે જ આંગળી લગાવીને ઉત્તેજિત થઈ જાઉં છું. ક્યારેક આને કારણે મને એ બૉયફ્રેન્ડના વિચારો પણ આવી જાય છે. ફરીથી જાણે તેની સાથે હું ઇન્ટિમેટ થતી હોઉં એવી કલ્પનાથી ઉત્તેજિત થઈ જાઉં છું. જોકે એ પછી મને ખૂબ ખરાબ લાગે છે. તેણે મારું દિલ તોડી નાખ્યું છે છતાં હું તેના માટે આવા વિચારો કરું છું એ માટે મારી જાત પર ઘૃણા ઊપજે છે. મારે આ ગંદી આદત અને વિચારો છોડી દેવા છે. કંઈક મદદ કરો, પ્લીઝ.

જવાબ : પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ હસ્તમૈથુનની આદત નૉર્મલ જ છે. કામુક આવેગોને જાતે જ સંતોષી લેવાનો આ સૌથી સરળ અને સેફ રસ્તો છે. તમે કંઈ જ ખરાબ, ગંદું કે વિચિત્ર નથી કરતાં. પુખ્ત વયની એક વ્યક્તિના શરીરમાં હૉમોર્ન્સની ઊથલપાથલ થાય અને તેને સેક્સ માટેની ઇચ્છા થાય એ ખૂબ જ નૉર્મલ છે.

જ્યારે પણ શારીરિક ક્રિયાઓ થતી હોય ત્યારે સ્વાભાવિકપણે સેક્સ્યુઅલ ફૅન્ટસી પણ આપમેળે થવા લાગે છે. તમારા બૉયફ્રેન્ડ સાથે તમે આ સંબંધ માણી ચૂક્યાં છો એટલે તેના વિચારો આવવા તદ્દન સ્વાભાવિક છે. એને ગંદું માનીને ગિલ્ટ અનુભવવાની જરૂર નથી. મનગમતી વ્યક્તિ સાથે હોવાનો કાલ્પનિક રોમાંચ અનુભવવો કે પછી તેની સાથેની ઇન્ટિમસીની કલ્પના કરવી એમાં કંઈ જ ખોટું નથી.

શારીરિક જરૂરિયાતથી ડેસ્પરેટ થઈને તમે કોઈ સાચીખોટી વ્યક્તિ સાથે ભટકાઈ જાઓ એના કરતાં સુંવાળી અને ગલગલિયાં કરાવે એવી કલ્પનાઓ કરીને હસ્તમૈથુન કરી લો છો એ અત્યંત સાચો રસ્તો છે. લગ્ન કરીને કાયમી સાથી મેળવી લીધા પછી આપમેળે આ વિચારો ઘટી જશે. તમે એ તરફ વિચારો એ જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK