(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : મારી ઉંમર ૩૫ વર્ષ છે. ક્યારેક મને જોઈએ એવી ઉત્તેજના નથી આવતી. હજી સુધી સમાગમમાં કોઈ તકલીફ નથી પડી, પણ એવા સમયે મજા નથી આવતી. મારો ફ્રેન્ડ કહે છે કે ક્લાઇમૅક્સ સ્પ્રે વાપરવાથી ઇન્દ્રિયની ઉત્તેજનાનો સમય ડબલથી વધુ થઈ જાય છે. એક વાર ઉત્તેજના આવે એ પછી ઇન્દ્રિય પર સ્પ્રે છાંટવાનું તેણે કહ્યું છે. શરમના માર્યા હું વધુ તો પૂછી શક્યો નથી એટલે મારે જાણવું છે કે સંભોગના કેટલા સમય પહેલાં અને કેવી રીતે આ સ્પ્રે વાપરવું જોઈએ? કેવી રીતે તથા એક્ઝૅક્ટ્લી ક્યાં સ્પ્રે કરવાનું? એની કોઈ સાઇડઇફેક્ટ ખરી?
જવાબ : ક્લાઇમૅક્સ લંબાવે એ પ્રકારનાં અઢળક સ્પ્રેની જાહેરાતો ન્યુઝપેપર્સમાં આવતી હોય છે. આવી જાતનાં સ્પ્રે સેક્સને લંબાવવામાં અને શીઘ્રપતનની સમસ્યા માટે વાપરવામાં આવતાં હોય છે. જુદા-જુદા નામે વેચાતા આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા, પરંતુ એમાં ઍનેસ્થેટિક એજન્ટ હોય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે, જ્યારે આ સ્પ્રેને કારણે ત્યાંની ત્વચા બહેર મારી જાય છે એટલે સંવેદના ઘટી જાય છે.
સંવેદના ઘટવાને કારણે સંભોગ લાંબો ચાલી શકે છે. જોકે વ્યક્તિ આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છતી હોય છે, પણ સ્પ્રેને કારણે ઊલટું થાય છે. સમાગમ લાંબો ચાલે છે, પણ સંવેદના ચાલી જવાને કારણે વ્યક્તિ સ્પર્શ અને ઘર્ષણનો આનંદ નથી મેળવી શકતી. આનંદ વિનાની ક્રિયા લાંબી ચાલે એ તમને વધુ ગમે કે આનંદ સાથેની થોડીક પળોની ક્રિયા?
મારી દૃષ્ટિએ આ પ્રકારનું સ્પ્રે વાપરવું જરાય હિતાવહ નથી. તમે જે વધુ આનંદની ખોજમાં આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. સંભોગ લાંબો ચાલે પણ સંવેદના ચાલી જાય તો શું તમને આનંદ આવશે ખરો? સ્પ્રે વાપરવાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી એટલે તમને જે હેતુથી એ વાપરવાની ઇચ્છા છે એમાં પણ કોઈ ફાયદો નથી થવાનો. જો સમાગમ શક્ય ન બને એટલો ઉત્તેજનાનો પ્રૉબ્લેમ હોય તો તમારે અન્ય વૈજ્ઞાનિક રીતે વપરાતી દવાઓનો આશરો લેવો જોઈએ, સ્પ્રેનો નહીં.
હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?
5th March, 2021 13:00 ISTસમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 IST