એચઆઈવી પોઝિટિવ સ્ત્રી સાથે ફોરપ્લે કે સ્ત્રી દ્વારા કરાયેલા મુખમૈથુનથી ચેપ લાગે?

Published: 7th December, 2011 08:47 IST

મારી ઉંમર ૫૧ વર્ષ છે. મારે જાણવું છે કે એચઆઇવી પૉઝિટિવ સ્ત્રી સાથે કોઈ પુરુષ ફોરપ્લે કરે અથવા તો સ્ત્રી પુરુષને મુખમૈથુન કરીને સંતોષ આપે તો શું એમાં પુરુષને ચેપ લાગવાનું જોખમ ખરું? ચેપી સ્ત્રી સાથે સમાગમ કરવા માટે કઈ કાળજી રાખવી જોઈએ?(સેક્સ-સંવાદ - ડો. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૫૧ વર્ષ છે. મારે જાણવું છે કે એચઆઇવી પૉઝિટિવ સ્ત્રી સાથે કોઈ પુરુષ ફોરપ્લે કરે અથવા તો સ્ત્રી પુરુષને મુખમૈથુન કરીને સંતોષ આપે તો શું એમાં પુરુષને ચેપ લાગવાનું જોખમ ખરું? ચેપી સ્ત્રી સાથે સમાગમ કરવા માટે કઈ કાળજી રાખવી જોઈએ?

જવાબ : એચઆઇવી પૉઝિટિવ સ્ત્રી હોય કે પુરુષ, તેની સાથે સેક્સ્યુઅલ કૉન્ટૅક્ટમાં આવવું ખતરાથી ખાલી નથી. ચેપની દૃષ્ટિએ જોઈએ તો ચુંબનથી એચઆઇવીના જીવાણુ ફેલાતા નથી. એ લોહીમાં અને જનનાંગોમાંથી નીકળતા પ્રવાહીમાં રહેલા હોય છે. આ ચીજોની આપલે થઈ જાય તો ચેપ લાગી શકે છે. 

ઘણી વાર બન્ને વ્યક્તિનાં મોંમાં ચાંદાં હોય તો ચેપી વ્યક્તિનું લોહી લાળમાં ભળે છે ને એ લાળ પાર્ટનરના મોંમાં જાય છે ને લાળમાંથી મોંનાં ચાંદાંમાંથી લોહી સુધી ભળી શકે છે. આ શક્યતાઓ ઘણી જ ઓછી હોય છે, પરંતુ ક્યારે ચેપ લાગી જાય એની કોઈ ગૅરન્ટી નથી. મુખમૈથુનનું પણ એવું જ છે. જો એચઆઇવીના દરદીનાં મોંમાં ચાંદાં હોય અને એ તમને મુખમૈથુન કરી આપે તો લોહીમાંથી જીવાણુ તમારામાં પ્રવેશી શકે છે. લાળમાં ખૂબ જ ઓછી માત્રામાં આ જીવાણુઓ હોય છે. એવું કહેવાય છે કે એ માટે એક ટંબલર ભરીને લાળની આપલે થાય ત્યારે એચઆઇવીના જીવાણુઓ કદાચ ફેલાય, પરંતુ એ દરેક કિસ્સામાં સાચું નથી હોતું.

ધારો કે ચેપી વ્યક્તિ સાથે સમાગમ કરવાનું વિચારતા હો તો હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરવો. ક્યારેક ગફલતથી પણ કૉન્ડોમ ન વાપરવામાં આવે તો તમે બહુ જ મોટા જોખમમાં આવી શકો છો. ક્યારેક ૧૦૦ વખત સમાગમ કર્યા પછી પણ ચેપ નથી લાગતો તો ક્યારેક પહેલી જ વારમાં ચેપ લાગી જાય છે.

તમે જે કંઈ પણ કરવા માગો છો એની ગંભીરતા માટે સહેજ કહી દઉં કે એચઆઇવીનો ચેપ લાગી ગયો તો એ પછી એનો કોઈ જ ક્યૉર નથી. એચઆઇવી પૉઝિટિવ વ્યક્તિના શરીરમાં શરૂઆતમાં કોઈ જ લક્ષણ ન હોય એવું બની શકે છે, પરંતુ એનાથી રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય એ પછી જે રોગોની ભરમાર ઊભી થાય છે એને તમે ડિલે કરી શકો છો, પણ એનાથી બચી શકાતું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK