પહેલાં કરતાં ઇન્દ્રિયમાં કડકપણું ઓછું આવે છે, મને એઈડ્સ તો નહીં હોય ને?

Published: 2nd December, 2011 07:48 IST

હું ૨૫ વર્ષનો છું. હૉસ્ટેલમાં રહેતો હતો ત્યારે ઘણી વાર કૉલગર્લ પાસે જતો હતો. જોકે હવે તો ઘરે પાછો આવી ગયો છું એટલે રાતના સમયે બહાર જવાની પરમિશન નથી. ઘરમાં જ મેસ્ટરબેશન કરી લઉં છું. છેલ્લા દોઢ વરસથી હું બહારની સ્ત્રી પાસે ગયો નથી.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું ૨૫ વર્ષનો છું. હૉસ્ટેલમાં રહેતો હતો ત્યારે ઘણી વાર કૉલગર્લ પાસે જતો હતો. જોકે હવે તો ઘરે પાછો આવી ગયો છું એટલે રાતના સમયે બહાર જવાની પરમિશન નથી. ઘરમાં જ મેસ્ટરબેશન કરી લઉં છું. છેલ્લા દોઢ વરસથી હું બહારની સ્ત્રી પાસે ગયો નથી. ગર્લફ્રેન્ડ સાથે એક-બે વાર સંબંધો રાખ્યા હતા, પણ છેવટે અમારું બ્રેકઅપ થઈ ગયું. હમણાં મારાં લગ્નની વાતો ચાલે છે એને કારણે હું ભૂતકાળનાં સાહસોથી ખૂબ ડિસ્ટર્બ રહું છું. વારંવાર મેસ્ટરબેશન કરવાનું મન થાય છે ને હું કરી પણ લઉં છું. જોકે એ પછી ઇન્દ્રિય ખૂબ જ લાલ થઈ જાય છે. પહેલાં આવું નહોતું થતું. હસ્તમૈથુન બંધ કરી દઉં તો ચામડી પાછળ સરકાવામાં પણ તકલીફ પડે છે. પહેલાં કરતાં ઇન્દ્રિયમાં કડકપણું પણ ઓછું આવે છે. શું મને એચઆઇવી જેવો ચેપ તો નહીં લાગ્યો હોયને?

જવાબ : તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ એચઆઇવીનાં હોય એવું નથી જણાતું. ઘર્ષણ થતાં સંવેદનશીલતાને કારણે ઇન્દ્રિયની ત્વચા લાલ થઈ રહી છે. નાહતી વખતે જો નિયમિત ફૉરસ્કિન પાછળ કરવાની આદત રાખશો તો વાંધો નહીં આવે. જરૂર પડ્યે કોપરેલ તેલથી મસાજ કરીને સરકાવો.  હવે મુખ્ય વાત. તમે અજાણી અને એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સમાગમ કર્યો છે. જોકે એ દોઢેક વરસ પહેલાં કર્યો છે એટલે ચેપની શક્યતાઓ ઓછી ગણાય, પરંતુ આ ચેપ લાગે એટલે તરત જ લક્ષણો દેખાવા લાગતાં નથી. અસુરક્ષિત સંભોગના ૯૦ દિવસ પછી એ લોહીમાં દેખાઈ જાય છે, પરંતુ એનાં લક્ષણો બહુ જલદીથી વ્યક્તિને વર્તાતાં નથી.

ચિંતામુક્ત થવા માટે કોઈ પણ સરકારી હૉસ્પિટલમાં જઈને વીડીઆરએલ અને એચઆઇવી ટેસ્ટ કરાવી લો. તમારી આઇડેન્ટિટી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે એટલે સંકોચ ન અનુભવશો. જો આ ટેસ્ટમાં બધું નૉર્મલ આવે તો તમને કોઈ જ બીમારી નથી એમ સમજવું અને હવે ફરીથી અસુરક્ષિત અને અજાણ્યા પાર્ટનર સાથે મજા માણવાનું ટેમ્પ્ટેશન નિયંત્રણમાં રાખવું.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK