પત્નીને ફરી સંભોગમાં રુચિ પેદા કરાવવા શું કરવું?

Published: 17th December, 2014 05:55 IST

મારી પત્નીને બે વર્ષ પહેલાં મેનોપૉઝ આવ્યો છે. લગભગ ત્યારથી ભાગ્યે જ સમાગમ થાય છે. મારી ઉંમર ૫૩ વર્ષ છે અને મને પંદર-વીસ દિવસે કામેચ્છા જાગે છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી પત્નીને બે વર્ષ પહેલાં મેનોપૉઝ આવ્યો છે. લગભગ ત્યારથી ભાગ્યે જ સમાગમ થાય છે. મારી ઉંમર ૫૩ વર્ષ છે અને મને પંદર-વીસ દિવસે કામેચ્છા જાગે છે. હમણાં તો લગભગ ત્રણ-ચાર મહિનાથી સમાગમ થયો નથી, કેમ કે હવે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થાય છે. બહુ મનાવું તો મુખમૈથુન કરી આપે. આટલી સમસ્યામાં વધુ છોગું ઉમેરાયું છે, મારી હાર્ટની સમસ્યાનું. મને ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અચાનક જ જાગી જવાય છે. એને કારણે હવે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી સાવ જ બંધ થઈ ગઈ છે. હસ્તમૈથુન અને હળવી ચેષ્ટાઓ ક્યારેક કરીએ છીએ, પણ સમાગમ કરવા જેટલી ઉત્તેજના નથી આવતી. મહિનામાં બે-ત્રણ વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. પત્નીને ફરી સંભોગમાં રુચિ પેદા કરાવવા શું કરવું?

જવાબ : કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે.

તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતાં રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે અને તમે મુક્તપણે મસ્તી કરી શકશો.

ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો ઉત્તેજના ચોક્કસ વધશે. તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK