ગેસ અને કબજિયાતની તકલીફના કારણે નપુંશકતા આવે ખરી?

Published: 17th December, 2012 05:48 IST

હું ૩૫ વર્ષનો કુંવારો છું. મને કબજિયાત અને ગૅસની પુષ્કળ તકલીફ છે. એને કારણે સાંજના સમયે ખૂબ જ વ્યાકુળતા થાય છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૩૫ વર્ષનો કુંવારો છું. મને કબજિયાત અને ગૅસની પુષ્કળ તકલીફ છે. એને કારણે સાંજના સમયે ખૂબ જ વ્યાકુળતા થાય છે. વજન પણ વધારે છે એટલે શરીર ખૂબ ભારે લાગે છે. હમણાંથી તો ગૅસ થઈ જાય એ દિવસે મને નીચેનો ભાગ પણ ખૂબ ભારે લાગે છે. એને કારણે બે-ત્રણ વાર પત્ની સાથેનો સંભોગ નિષ્ફળ ગયો છે. બીજી કોઈ જ તકલીફ નથી, પણ ગૅસ થાય ત્યારે આવું જ થાય છે ને અઠવાડિયામાં ચાર દિવસ મને ગૅસની તકલીફ હોય જ છે. નાભિ નીચેનો ભાગ ખૂબ જ ભારે થઈ ગયો હોય અને સંવેદના ઘટી ગઈ હોય એવું લાગે છે. હસ્તમૈથુન કરું તોય જોઈએ એટલી ઉત્તેજના નથી આવતી. શું આ નપુંસકતાની શરૂઆત તો નહીં હોયને?

જવાબ : કબજિયાત અને ગૅસને કારણે આખું શરીર ભારે લાગે અને બેચેની થાય એ સ્વાભાવિક છે. જોકે એને કારણે નપુંસકતા ન આવે. તમારે સૌથી પહેલાં પાચન વ્યવસ્થા ઠેકાણે પાડવી જરૂરી છે. એ માટે દિવસમાં ચારથી પાંચ ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પીવાનું રાખો. રાત્રે સૂતી વખતે એક ચમચી હરડે પાઉડર ગરમ પાણી સાથે લો અને સવારે ઊઠીને નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીઓ. કબજિયાત અને ગૅસ બન્નેમાં ફરક પડશે. ખાવામાં હલકું-ફૂલકું અને ગૅસ ન કરે એવું જ લેવાનું રાખવું. દર ત્રણ કલાકે થોડુંક ખાવું.

બેથી ત્રણ દિવસમાં જ પેટ હલકું લાગવા લાગે એ પછી સિલ્ડેનાફિલ કે ટાડાલાફિલની ૨૫ મિલીગ્રામની ગોળી લઈ આવો. તમે એકદમ રિલૅક્સ હો એવા સમયે ભૂખ્યા પેટે એક ગોળી લો. દવા લીધાના એકાદ કલાક પછી તમને ગમતી વ્યક્તિની ફૅન્ટસી સાથે હસ્તમૈથુન કરો. આપમેળે ઉત્તેજના પણ આવશે અને સફળતાથી હસ્તમૈથુનનો સંતોષ પણ મળશે. એવું કહેવાય છે કે પરીક્ષામાં નાપાસ થયા પછી બીજી વાર પરીક્ષામાં બેસતી વખતે ખૂબ ડર લાગે છે. આ જ ડર પરીક્ષા પાસ થયા પછી નથી રહેતો. એક વાર તમે સફળતાથી હસ્તમૈથુન કરી શકો એ પછી બે-ચાર દિવસ પછી ગોળી લીધા વિના પ્રયત્ન કરશો તો તમારા વધેલા કૉન્ફિડન્સની અસર પર્ફોર્મન્સ પર જરૂર પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK