કોન્ડોમ પહેરવાથી યોનિમાર્ગના સ્પર્શની ફીલિંગ નથી આવતી

Published: 1st December, 2011 07:33 IST

મારી ઉંમર ૨૯ વર્ષની છે. મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. બે વરસનો દીકરો છે. એ પછી ફૅમિલી પ્લાનિંગ માટે હું કૉન્ડોમ વાપરું છું. જોકે કૉન્ડોમને કારણે ડાયરેક્ટ ટચ ન મળતો હોવાથી જલદીથી સ્ખલનઅવસ્થાએ પહોંચી શકતો નથી.

 

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષની છે. મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. બે વરસનો દીકરો છે. એ પછી ફૅમિલી પ્લાનિંગ માટે હું કૉન્ડોમ વાપરું છું. જોકે કૉન્ડોમને કારણે ડાયરેક્ટ ટચ ન મળતો હોવાથી જલદીથી સ્ખલનઅવસ્થાએ પહોંચી શકતો નથી. અમે હનીમૂન પર ગયેલા ત્યારે આવી તકલીફ નહોતી, પણ ડિલિવરી પછી આ સમસ્યા વર્તાય છે. કૉન્ડોમ ન પહેરું તો પત્નીને ચિંતા રહ્યા કરે છે. શું કૉન્ડોમનો એવો કોઈ પ્રકાર આવે કે જેનાથી પ્રોટેક્શન પણ મળે અને યોનિમાર્ગના સ્પર્શની ફીલિંગ પણ આવે? કૉન્ડોમનો ઉપયોગ પણ કરું અને સ્ખલનઅવસ્થા પર પહોંચું એવો કોઈ ઉપાય જણાવશો.

જવાબ : જો હનીમૂન વખતે કૉન્ડોમ પહેરવાથી આવી તકલીફ નહોતી થતી તો હવે જે સ્ખલનમાં તકલીફ આવે છે એ કાં તો માનસિક કારણોસર હોઈ શકે કાં પછી ડિલિવરી પછી પત્નીનો યોનિમાર્ગ થોડોક પહોળો થઈ ગયો હોઈ શકે. આવા સંજોગોમાં કૉન્ડોમ બદલવાથી કોઈ ફરક નહીં પડે. એ છતાં તમે અતિશય પાતળા લેટેક્સના કૉન્ડોમ આવે છે એ ટ્રાય કરી શકો છો. કૉન્ડોમ વાપરવાનો તમારો નિર્ણય સેફ પણ છે અને ચિંતામુક્ત રાખનારો પણ છે. એનાથી તમારી પત્નીને માનસિક રાહત અનુભવાશે.

હવે જરા સ્પર્શ સંવેદનાની વાત કરીએ. હસ્તમૈથુન વખતે પણ જો તમે હાથની મુઠ્ઠી લૂઝ રાખશો તો સ્ખલનઅવસ્થાનો અહેસાસ નહીં થાય, પણ જો મુઠ્ઠી ભિડાવીને રાખશો તો જલદી સ્ખલનઅવસ્થા પર પહોંચશો. આ જ વિજ્ઞાન સમાગમ દરમ્યાન તમારે અમલમાં મૂકવાનું છે. ઇન્દ્રિય પરની યોનિમાર્ગની પકડ મજબૂત બને એ માટે એક પ્રયોગ સમાગમ દરમ્યાન કરી શકો. યોનિપ્રવેશ થઈ જાય એ પછીની મૂવમેન્ટ દરમ્યાન પત્નીને બેઉ પગે આંટી મારવાનું કહો. આંટી એટલે એક પગની એડી બીજા પગની એડી પર મૂકી દેવા કહો. એમ કરવાથી ઇન્દ્રિયને યોનિમાર્ગમાં પૂરતી ભીંસ અનુભવાશે. સ્પર્શની સંવેદનામાં પણ નોંધપાત્ર વધારો થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK