અમારી ઉંમર 39 વર્ષની છે, તો આ ઉંમરે પત્નીની પ્રેગનન્સીમાં પ્રોબ્લમ થાય?

Published: 25th November, 2011 08:05 IST

હું અને મારી પત્ની બન્ને ૩૯ વર્ષનાં છીએ. અમારે પાંચ વર્ષનો એક દીકરો છે. અમારે બીજું બાળક જોઈતું હતું, પણ પત્નીની તબિયત ઠીક નહોતી રહેતી એટલે અમે એમ કરવાનું ટાળ્યું હતું. હવે તે તૈયાર છે, પણ મારાં સાસુ કહે છે કે મોટી ઉંમરે બાળકને જન્મ આપવાનું ઠીક નથી; એક દીકરો છે એને સંભાળી લો; મોટી ઉંમરની સ્ત્રીનું બાળક ખોડખાંપણવાળું પણ આવી શકે છે.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું અને મારી પત્ની બન્ને ૩૯ વર્ષનાં છીએ. અમારે પાંચ વર્ષનો એક દીકરો છે. અમારે બીજું બાળક જોઈતું હતું, પણ પત્નીની તબિયત ઠીક નહોતી રહેતી એટલે અમે એમ કરવાનું ટાળ્યું હતું. હવે તે તૈયાર છે, પણ મારાં સાસુ કહે છે કે મોટી ઉંમરે બાળકને જન્મ આપવાનું ઠીક નથી; એક દીકરો છે એને સંભાળી લો; મોટી ઉંમરની સ્ત્રીનું બાળક ખોડખાંપણવાળું પણ આવી શકે છે. પહેલી પ્રેગ્નન્સી અને ડિલિવરી પણ નૉર્મલ થઈ હતી. જોકે ડિલિવરી પછી તેને ટીબી થયો હતો અને શરીરથી ખૂબ નંખાઈ ગઈ હતી. એ દરમ્યાન સેક્સલાઇફ પણ ખોરવાઈ ગઈ હતી. કાઉન્સેલરની મદદ લેવાનું કહેલું, પણ અમે નહોતી લીધી. હવે તે આપમેળે જ સેક્સમાં રસ લેતી થઈ છે અને બીજું બાળક મેળવવાની જીદ પણ કરે છે. શું આવા સંજોગોમાં ફરી પ્રેગ્નન્સી રખાય?

જવાબ : તમારી પત્નીને પહેલી પ્રેગ્નન્સી કુદરતી રીતે રહી હતી અને ડિલિવરી પણ નૉર્મલી થઈ હતી એટલે ફરી પ્રેગ્નન્સી રાખવામાં દેખીતી રીતે જોઈએ તો વાંધો આવવો ન જોઈએ. જોકે ટીબીની સારવાર તમે પૂરેપૂરી કરાવી લીધી હોવી જરૂરી છે. એક વાર ફરી ટીબીના જંતુ શરીરમાં રહી ગયા નથીને એ માટેની ટેસ્ટ તમારા ગાયનેકોલૉજિસ્ટને મળીને કરાવી લો.

બીજું, મોટી ઉંમરે બાળકને જન્મ આપવામાં કૉમ્પ્લિકેશન્સ વધી શકે છે. સ્ત્રીઓની શારીરિક ક્ષમતા પણ ઘટે છે ને સાથે જ અંડબીજ કે શુક્રાણુની ક્વૉલિટી ઘટી હોવાને કારણે મિસકૅરેજ થવાની શક્યતાઓ પણ રહે છે. એને કારણે ખોડખાંપણવાળું બાળક જન્મવાની શક્યતાઓ વધે છે. જોકે હવે એવી કેટલીયે લેટેસ્ટ પરીક્ષણ-પદ્ધતિઓ આવી છે જેનાથી ગર્ભમાં રહેલા બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો છે કે કોઈ શારીરિક અથવા જનીનગત તકલીફો છે એ વિશે જાણી શકાય છે.

સામાન્ય રીતે ૨૫થી ૩૨ વર્ષ દરમ્યાન સરળતાથી પ્રેગ્નન્સી અને ડિલિવરી થઈ શકે છે. ઉંમર વધતાં કૉમ્પ્લિકેશન્સ વધે છે. જોકે ૪૨-૪૫ વર્ષની સ્ત્રીઓ પણ આરામથી બાળક પેદા કરી શકે છે. તમે જો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ તમારા ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને તેમની સલાહ મુજબ આગળ વધશો તો કોઈ જ વાંધો નહીં આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK