(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : હું ૧૯ વર્ષનો હતો ત્યારથી સ્મોકિંગની આદત છે. રોજની આઠ-દસ સિગારેટ પી જાઉં છું. મારાં લગ્નને પણ ત્રણ વર્ષ થયાં છે. મારી પત્નીના આગ્રહથી મેં હાલમાં સિગારેટ છોડી દીધી છે. એ વાતને એક મહિનો થયો. નિકોટિન ન મળવાને કારણે મારું મગજ ખૂબ વ્યગ્ર રહે છે. સેક્સમાં પણ રસ નથી પડતો. વચ્ચે બે-ત્રણ વાર સમાગમનો પ્રયત્ન કર્યો, પણ ઇન્દ્રિયમાં જોઈએ એટલું સખતપણું નથી આવતું. મારા ફૅમિલી ડૉક્ટરનું કહેવું છે કે લોહીમાંથી નિકોટિનનું પ્રમાણ ઓછું થઈ જવાને કારણે આમ થઈ શકે છે. એનો મતલબ શું એવો કે હવે મારી સેક્સલાઇફ એમ જ રહેશે? સ્મોકિંગ વિના ઇન્દ્રિયમાં સખતપણું ન આવે એવું શક્ય છે ખરું?
જવાબ : બિલકુલ નહીં. સિગારેટ છોડી દેવાથી લોહીમાં નિકોટિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે એ વાત સાચી, પણ એનાથી તમારી સેક્સલાઇફ ઓવરઑલ સારી જ થશે, ખરાબ નહીં. નિકોટિનને કારણે વ્યક્તિમાં ઍન્ગ્ઝાયટી ઉત્પન્ન થાય છે. ઘણી વાર દિલ વધારે ઝડપથી ધડકે, હાથ ધ્રૂજે, ગળું સુકાઈ જાય વગેરે ચિહ્નો દેખાય થાય છે. એને કારણે વ્યક્તિની ઉત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. વષોર્ની નિકોટિનની આદત છોડતી વખતે અત્યારે તમને જે બેચેની અને શારીરિક તકલીફો દેખા દે છે એ વિડ્રૉઅલ સિમ્પ્ટમ જ છે. એ ટેમ્પરરી હોય છે એટલો ભરોસો રાખો. હજી માંડ એક જ મહિનો થયો છે, તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવશો તો ધીમે-ધીમે કરીને તમારી તકલીફો દૂર થઈ જશે.
લાંબા ગાળે સ્મોકિંગ માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ તંદુરસ્તી માટે પણ હાનિકારક છે. એનાથી લોહીમાં નિકોટિનનું લેવલ વધવાની સાથે કાર્બનની માત્રા પણ વધે છે. એને કારણે રક્ત જાડું થવાથી લોહીની નળી જલદી વધુ સાંકડી થઈ જાય છે. સ્મોકિંગને કારણે લોહીની નળીઓ સાંકડી થઈ જતાં લોહી ઓછું વહે છે. એને કારણે ગુપ્તાંગો સહિતનાં શરીરનાં તમામ અંગોમાં લોહી ઓછું પહોંચશે. પરિણામે ઇન્દ્રિયમાં ઉત્તેજનામાં ઊણપ વર્તાશે. ટૂંકમાં, સિગારેટ ન પીવાથી ભલે તમને હાલમાં ભલે કોઈ તકલીફ દેખાય, પરંતુ લાંબા ગાળે એ સારા માટે જ છે. એક વાત સમજી લેવા જેવી છે કે સ્મોકિંગ (સિગારેટ-તમાકુ), શરાબ અને સ્ટ્રેસ (માનસિક તાણ) આ ત્રણેય એસ સેક્સ માટે ખતરનાક છે.
મારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTહમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે, તો શું કરવું?
25th February, 2021 12:02 ISTઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 IST