સેક્સ માટે ઉત્તેજિત થાઉં તે જ સમયે ટોઈલેટ લાગે છે, શું કરું?

Published: 23rd November, 2011 08:52 IST

મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારી તકલીફ વિચિત્ર છે. કહેતાં સંકોચ થાય છે, પણ જ્યારે હું સેક્સ માટે ઉત્તેજિત થાઉં છું ત્યારે મને ટૉઇલેટ લાગે છે. હું જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે પણ મને અધવચ્ચે ટૉઇલેટ જવાની જરૂર ઊભી થાય છે.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારી તકલીફ વિચિત્ર છે. કહેતાં સંકોચ થાય છે, પણ જ્યારે હું સેક્સ માટે ઉત્તેજિત થાઉં છું ત્યારે મને ટૉઇલેટ લાગે છે. હું જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે પણ મને અધવચ્ચે ટૉઇલેટ જવાની જરૂર ઊભી થાય છે. હું ટૉઇલેટમાં જઈને બેસું, પણ મોટા ભાગે થાય નહીં. જ્યાં સુધી એકલાની વાત હતી ત્યાં સુધી તો ઠીક હતું, પણ મારી ગર્લફ્રેન્ડ સાથે એક વાર મેં શરીરસંબંધ બાંધ્યો તો એ વખતે પણ મને ફરી ટૉઇલેટની જ ઇચ્છા થઈ. આ અર્જ એટલી તીવ્ર હોય કે જાણે રોકી નહીં શકાય એમ લાગે છે. મારાં લગ્ન છ મહિના પછી થવાનાં છે ત્યારે ભાવિ પત્ની સાથે આવું ન થાય એ માટે શું કરવું? શું આવું થવું શક્ય છે? મારા દોસ્તોને વાત કરી તો તેમનું કહેવું છે કે આ તકલીફ માનસિક છે. શું એનો કોઈ ઇલાજ ખરો?

જવાબ : કદાચ આ પ્રકારની તકલીફ ખૂબ જ ઓછા લોકોને થાય છે, પરંતુ એને સાવ માનસિક તકલીફ કહીને હસવામાં કાઢી ન શકાય. મારી પાસે એક-બે દરદીઓ એવા આવ્યા હતા જેમને લગભગ તમારા જેવી જ તકલીફ હતી. તેમને જ્યારે પણ ઉત્તેજના આવે ત્યારે અચાનક જ મળમાર્ગમાં પ્રેશર અનુભવાવા લાગે ને હમણાં જ ટૉઇલેટ જવું પડશે એવું લાગે.

મૉડર્ન મેડિસિન પ્રમાણે આમ થવાનું કારણ ક્યાંય નોંધાયું નથી, પરંતુ કમરથી નીચેના ભાગની તકલીફ હોવાથી આયુર્વેદ એને અપાનવાયુની તકલીફ સમજે છે. મોટા ભાગે તમને કબજિયાતની તકલીફ વધુ રહેતી હશે. રોજેરોજ પેટ સાફ થઈને મળમાર્ગ સાફ ન થતો હોવાને કારણે ગૅસ ભરાય છે. વાયુની તકલીફનું જો શમન કરવામાં આવે તો એ ભાગના વેગો એટલે કે યુરિન અને મળત્યાગની ક્રિયાઓ પર પણ કન્ટ્રોલ આવે.

તમારે રોજ જમતા પહેલાં ઘી અને નમક મેળવીને લેવું. કબજિયાત ન રહે એ માટે રાતે સૂતા પહેલાં એક ચમચી હરડે ગરમ પાણી સાથે લેવી. દિવસમાં બે વાર હિંગ્વાષ્ટક, જેઠીમધ અને કોડીની ભસ્મ ગાયના ઘી સાથે મેળવીને ચાટી જવી. આ પ્રયોગથી અપાનવાયુની ગરબડ મટશે અને એકાદ મહિનામાં જ હકારાત્મક પરિણામ જોવા મળશે. જોકે જ્યારે પણ ગૅસ વધશે ત્યારે આ તકલીફ થોડા મહિનાઓ પછી દેખાવા લાગે એવું બને એટલે તમારે કબજિયાત ન થાય એનું નિયમિત ધ્યાન રાખવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK