70 વર્ષની ઉંમરે હું સમાગમ કરવામાં કેટલો ગેપ રાખવો જોઈએ?

Published: 17th November, 2011 08:51 IST

મારી ઉંમર ૭૦ વર્ષ છે. છેલ્લા કેટલાક વખતથી સમાગમ વખતે યોગ્ય ઉત્તેજના આવવાની સમસ્યા છે. લગભગ મહિને-બે મહિને અમે પ્રયત્ન કરતાં, પરંતુ એ વખતે પણ યોનિપ્રવેશ બરાબર થઈ શકતો નહોતો. વળી પત્નીને પણ લુબ્રિકેશન ઓછું હોવાથી ઘર્ષણ વધુ થતું.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૭૦ વર્ષ છે. છેલ્લા કેટલાક વખતથી સમાગમ વખતે યોગ્ય ઉત્તેજના આવવાની સમસ્યા છે. લગભગ મહિને-બે મહિને અમે પ્રયત્ન કરતાં, પરંતુ એ વખતે પણ યોનિપ્રવેશ બરાબર થઈ શકતો નહોતો. વળી પત્નીને પણ લુબ્રિકેશન ઓછું હોવાથી ઘર્ષણ વધુ થતું. મને અને તેને બન્નેને પીડા થતી. એના બદલે અમને હસ્તમૈથુનથી વધુ સંતોષ રહે છે. એમાં કોઈને સંતોષ આપવાની ચિંતા પણ નથી રહેતી. અમે બેઉ પરસ્પર હસ્તમૈથુન કરી આપીએ છીએ. જોકે છ-સાત વરસ પહેલાં મારી બાયપાસ સર્જરી કરાવી હોવાથી મને ચિંતા રહે છે કે મારે અઠવાડિયામાં એક કે બે વાર હસ્તમૈથુન કરવું હોય તો કરાય કે કેમ? હું રોજ અડધો કલાક સવાર-સાંજ ચાલવા જાઉં છું. અમે બીજા માળે રહીએ છીએ એના દાદરા પણ હાંફ વિના ચડી શકું છું. બાકી બીજી કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી રહેતી નથી. અઠવાડિયે એક-બે વાર મૅસ્ટરબેશન કરાય? ધારો કે સમાગમ કરવો હોય તો કેટલો ગૅપ રાખવો જોઈએ?

જવાબ : તમે ખૂબ જ સારો વિકલ્પ પસંદ કર્યો છે. પરસ્પર હસ્તમૈથુનથી પતિ-પત્ની વચ્ચેની નિકટતા પણ બની રહેશે અને ઉત્તેજના, શીઘ્રસ્ખલન અને પાર્ટનરને સંતોષ મળે ત્યાં સુધી ઉત્તેજના ટકાવી રાખવાની ચિંતા પણ મટી જશે. સેક્સ્યુઅલ ઍક્ટિવિટી દરમ્યાન આખા શરીરમાં રક્તભ્રમણની ગતિ વધી જાય છે. ખાસ તો જનનાંગોમાં. વળી સમાગમ દરમ્યાન ફિઝિકલ ઍક્ટિવિટી પણ ઉમેરાય છે, જેને કારણે શરીરને શ્રમ પડે છે. જોકે સમાગમની સરખામણીએ હસ્તમૈથુનમાં શારીરિક શ્રમ ઘટી જાય છે. તમે રોજ એક કલાક ચાલો છો એટલું આ ઉંમરે પૂરતું છે. બે માળના દાદરા ચડતી વખતે જો તમને હાંફ ન ચડતી હોય તો તમારું હાર્ટ સમાગમ કરવા માટે ફિટ છે એમ કહી શકાય. ને એટલે જ મૅસ્ટરબેશન કરવામાં કોઈ જ વાંધો નથી.

ઉંમર વધે એમ આપમેળે બે સ્ખલન વચ્ચેનો સમય વધતો જાય છે. કોઈકને અઠવાડિયું લાગે છે તો કોઈકને દસ-પંદર દિવસ. તમે જાતે જ પ્રયોગ કરીને આ નક્કી કરી શકો છો. તમે સમાગમ કરો કે હસ્તમૈથુન, નિયમિત તમારા કાર્ડિયોલૉજિસ્ટને બતાવવાનું અને બ્લડપ્રેશર ચેક કરાવતા રહેવાનું જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK