(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષની છે ને વાઇફ ૪૦ વર્ષની છે. પહેલાં મારું વજન માત્ર ૬૨ કિલો હતું ને મારી વાઇફનું વજન ૫૭ કિલો હતું. છેલ્લાં પાંચ વરસમાં મારું વજન વધીને ૯૨ કિલો થઈ ગયું છે. એને કારણે સમાગમમાં ખૂબ તકલીફ પડે છે. મારી વાઇફ ૬૨ કિલોની છે, પણ તેનું પેટ ખૂબ વધી ગયું છે. આને કારણે અમે બીજી બધી પૉઝિશન્સ નથી અપનાવી શકતા. સૌથી અનુકૂળ સ્થિતિ હું ઉપર હોઉં ત્યારે જ થાય છે. જોકે હમણાંથી તો તે એમાં પણ અકળાઈ જાય છે ને જલદી કામ પતાવી લો એમ કહે છે. મને ખૂબ કામેચ્છા જાગે છે, પણ તેને બહુ રસ નથી પડતો. માંડ તૈયાર કરું ત્યારે પણ ફટાફટ સંભોગ પૂરો કરો, મને ભાર લાગે છે એમ કહે છે. હવે એ જરાય રોમૅન્ટિક નથી રહી. તેના અસહકારને કારણે મારું ર્વીયસ્ખલન પણ જલદી થઈ જાય છે. પત્નીને રસ પડે એ માટે શું કરું?
જવાબ : તમે જરા કલ્પના કરો કે તમારા વજન કરતાં દોઢગણું વજન તમારા પર લાદવામાં આવે એ પછી તમને કેટલા રોમૅન્ટિક વિચારો આવશે? મેદસ્વી પાર્ટનર જો પાતળા પાર્ટનરની ઉપર રહીને સમાગમ કરે તો પાતળી વ્યક્તિને એમાં આનંદ નહીં, પીડા જ થાય. મારું અનુમાન છે કે તેનું ચીડિયાપણું આ જ કારણે વધ્યું હશે. સૌથી પહેલાં તો તમારે ઓછામાં ઓછું દસથી પંદર કિલો વજન ઉતારવાની જરૂર છે. એ માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ હેલ્થ માટે પણ જરૂરી છે. તમને જે જલદી ર્વીયસ્ખલન થવા લાગ્યું છે એ પણ પત્નીના અસહકારને કારણે નહીં, તમારા વધુપડતા વજનને કારણે જ હોઈ શકે છે.
દરેક સ્ત્રીમાં કામેચ્છા હોય છે, પણ એને જાગ્રત કરવાની કળા પુરુષને આવડવી જરૂરી છે. ઘણી વખત તમે જે ક્રિયા કરતા હો એ કદાચ તેને બિલકુલ પસંદ ન હોય અથવા તમે એવી રીતે હાથ લગાડતા હો જે તેની પસંદની વિરુદ્ધ હોય એવું બનીશકે છે.
સમાગમ દરમ્યાન તમારી વાઇફને ઉપરની પૉઝિશનમાં રાખશો તો વજનની સમસ્યા મટી જશે. પાછળથી યોનિપ્રવેશ કરીને અથવા તો સાઇડ બાય સાઇડ પૉઝિશનમાં પણ તમે સમાગમ કરી શકો છો. ભાર લાગવાની સમસ્યા મટશે તો તમારી વાઇફને પણ ધીમે-ધીમે પાછો રસ જાગૃત થવા લાગશે. ફીમેલ સુપિરિયર પૉઝિશનથી તમને શીઘ્રસ્ખલનમાં પણ ફાયદો થશે.
સમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 ISTમારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 IST