સેક્સથી જે સંતોષ મળે છે એના કરતાં હસ્તમૈથુનમાં મને વધુ આનંદ આવે છે, શું કરું?

Published: 15th November, 2011 09:55 IST

મારી ઉંમર ૨૬ વર્ષ છે. અરેન્જ્ડ મૅરેજને છ મહિના થયા છે. સેક્સથી જે સંતોષ મળે છે એના કરતાં હસ્તમૈથુનમાં મને વધુ આનંદ આવે છે. મારી બહેનપણીને આ વિશે વાત કરી તો તેનું કહેવું છે કે લગ્ન પહેલાં મેં વારંવાર હસ્તમૈથુન કર્યું હતું એને કારણે આ નોબત આવી છે.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. અરેન્જ્ડ મૅરેજને છ મહિના થયા છે. સેક્સથી જે સંતોષ મળે છે એના કરતાં હસ્તમૈથુનમાં મને વધુ આનંદ આવે છે. મારી બહેનપણીને આ વિશે વાત કરી તો તેનું કહેવું છે કે લગ્ન પહેલાં મેં વારંવાર હસ્તમૈથુન કર્યું હતું એને કારણે આ નોબત આવી છે. તેની વાત પણ સાચી છે, હું વીસ વરસની થઈ ત્યારથી વારેઘડીએ હસ્તમૈથુન કરતી હતી. મેં ક્યારેય વાઇબ્રેટરનો ઉપયોગ નથી કયોર્ ને ક્યારેય આંગળી અંદર નાખવાની કોશિશ પણ નથી કરી. માત્ર ક્રીમથી ક્લિટોરિસને ઉત્તેજિત કરવાની આદત મને હતી. એ વખતે હું એકદમ હૅન્ડસમ એવા મારી કૉલેજના છોકરાની કલ્પના કરતી હતી. મારી સમસ્યા એ છે કે હવે લગ્ન પછી અમે શારીરિક સંબંધમાં રાચીએ છીએ ત્યારે મને એટલો આનંદ નથી આવતો. મારા હસબન્ડ મને પૂછે કે તને ગમ્યું? તો હું હા પાડી દઉં છું. શું હસ્તમૈથુન છોડી દઉં તો મને સમાગમમાંથી આનંદ મળી શકે ખરો?

જવાબ : જેમ પુરુષોમાં હસ્તમૈથુનની આદત હેલ્ધી છે એવું જ સ્ત્રીઓ માટે પણ છે. એક વાર કે અનેક વાર હસ્તમૈથુન કરવાથી સંતોષ અનુભવવાની ક્ષમતા ઘટી જાય છે એવું નથી. એક ભ્રામક માન્યતા છે કે પરાકાષ્ઠા વખતે જાણે કંઈક જુદું અને ખૂબ ઉત્તેજક એવું કંઈક અનુભવાશે. આ નહીં, કંઈક બીજા પ્રકારની લાગણી થવી જોઈએ એવી ભ્રમણામાં પણ કેટલીક સ્ત્રીઓ અટવાતી હોય છે માટે સમાગમ પછી હસ્તમૈથુન કરતાં કંઈક અલગ અનુભવાશે એવું માનવું નહીં. 

સેક્સસુખમાં એવું કહેવાય છે કે ઘણી વાર હકીકત કરતાં કલ્પના વધુ રળિયામણી લાગે. એટલે કે હસ્તમૈથુન દરમ્યાન તમારી ગમતી કલ્પનાઓને કારણે વધુ ઉત્તેજના અને સુખ અનુભવાય એ સ્વાભાવિક છે. જો પતિ સાથેના શારીરિક સંબંધમાં પણ તમે અસંતુષ્ટ રહી જતાં હોવા છતાં ખોટેખોટી સંતુષ્ટિ બતાવતાં હો તો એ ઠીક નથી. તમને શું ગમે છે એ પહેલાં તો શોધીને તમારા પતિને એમ કરવા કહો. ધારો કે તમને ક્લિટોરિસ પર વધુ ઉત્તેજના અનુભવાતી હોય તો તમારા પતિને હળવેકથી એ તરફ દોરો. સમાગમ પછી પણ જો સંતોષ ન અનુભવાય તો ઓરલ સેક્સ કે હસ્તમૈથુન માટે પતિને કહેશો તો તેને પણ ગમશે અને તમને પણ પરાકાષ્ઠા અનુભવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK