બાળક માટે કેટલું ર્વીય નીકળવું જરૂરી છે?

Published: 8th November, 2011 19:39 IST

મારી ઉંમર ૩૧ અને પત્નીની ૨૮ વર્ષ છે. લગ્નને ચાર વરસ થયાં છે. પહેલાં ત્રણ વરસ અમે કૉન્ડોમ વાપરતાં હતાં, પણ છેલ્લા એક વરસથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. હજી સક્સેસ નથી થયાં. હું અને મારી વાઇફ બન્ને સાથે ચરમસીમા પર પહોંચતાં નથી.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૩૧ અને પત્નીની ૨૮ વર્ષ છે. લગ્નને ચાર વરસ થયાં છે. પહેલાં ત્રણ વરસ અમે કૉન્ડોમ વાપરતાં હતાં, પણ છેલ્લા એક વરસથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. હજી સક્સેસ નથી થયાં. હું અને મારી વાઇફ બન્ને સાથે ચરમસીમા પર પહોંચતાં નથી. ક્યારેક ફોર-પ્લે અને ઓરલ સેક્સ દરમ્યાન જ મારી પત્ની સંતોષાઈ જાય છે તો ક્યારેક મારું સ્ખલન થયા પછી તેને હું સંતોષ આપું છું. મારા દોસ્તોનું કહેવું છે કે જ્યાં સુધી તમે બન્ને એક સમયે એક જ સાથે ચરમસીમા નહીં અનુભવો ત્યાં સુધી બાળક નહીં થાય. બીજી તરફ ચિંતાનો વિષય એ પણ છે કે પહેલાં કરતાં મારા ર્વીયની ક્વૉન્ટિટી ઘટતી જાય છે. બાળક માટે કેટલું ર્વીય નીકળવું જરૂરી છે? વાઇફ ચરમસીમા અનુભવે એ જ વખતે ર્વીય યોનિમાં જાય એવું કઈ રીતે થઈ શકે?

જવાબ : સૌથી પહેલાં તો તમે જે માનો છો કે પતિ-પત્ની બન્ને સાથે પરાકાષ્ઠાએ પહોંચશો તો જ બાળક થશે એ માન્યતા સદંતર ખોટી છે. ચરમસીમા અનુભવવી અને ગર્ભધારણ કરવો એ બન્ને તદ્દન જુદી ઘટના છે. એ બેઉને ભેગાં કરવાની મથામણ કરવી વ્યર્થ છે.

બાળક માટે ર્વીયની ક્વૉન્ટિટી નહીં, પરંતુ એમાં રહેલા શુક્રાણુઓની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી કેટલી અને કેવી છે એ વધુ અગત્યનું છે. ર્વીયની માત્રા ઓછી હોવાથી સ્પર્મકાઉન્ટ ઓછા હોય એવું માની લેવું યોગ્ય નથી. હા, ર્વીય યોગ્ય રીતે યોનિમાર્ગમાં અંદર જાય છે કે નહીં એ જોવું જોઈએ. તમારા ર્વીયની ક્વૉન્ટિટી ઘટી રહી છે એની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. બે સ્ખલન વચ્ચે લાંબો સમય પસાર થાય તો માત્રા વધારે હોય છે અને ફ્રિક્વન્સી વધારે હોય તો માત્રા ઘટે છે. મોટા ભાગે ર્વીય પા ચમચીથી એક ચાની ચમચી જેટલું હોય છે. ર્વીયના એક ટીપામાં કરોડો શુક્રાણુઓ હોય છે અને પ્રેગ્નન્સી માટે એક ટીપું કાફી છે. સ્પર્મની સંખ્યા કરતાં એની મોટિલિટી અને સ્ટ્રેન્ગ્થ કેટલી છે એ વધુ મહત્વનું છે.

સ્ત્રી નૉર્મલી પ્રેગ્નન્સી ધારણ કરી શકે એ માટે પુરુષના શુક્રાણુમાં ઓછામાં ઓછા વીસ મિલ્યન સ્પર્મકાઉન્ટ હોવા જરૂરી છે. જો તમારી પત્નીને ગર્ભધારણમાં તકલીફ પડી રહી હોય તો તમારે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને બતાવવું જોઈએ અને તમારા ર્વીયમાં શુક્રાણુઓની સંખ્યા અને એની ક્વૉલિટી ટેસ્ટ કરાવવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK