બળાત્કારનો ભોગ બનેલી પત્ની સમાગમ દરમિયાન ગભરાઈ જાય છે, શું કરું?

Published: 16th November, 2012 07:03 IST

મારાં લગ્નને ત્રણ મહિના થયા છે. અમારાં લવમૅરેજ છે, છતાં અમે હજી સુધી સફળ સમાગમ નથી કરી શક્યાં.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારાં લગ્નને ત્રણ મહિના થયા છે. અમારાં લવમૅરેજ છે, છતાં અમે હજી સુધી સફળ સમાગમ નથી કરી શક્યાં. જ્યારે ફોર-પ્લે દરમ્યાન તે ખૂબ ખુશ હોય છે, પણ હું જેવો તેની ઉપરની તરફ આવું એટલે તે ખૂબ જ બેબાકળી થઈ ઊઠે. પહેલી વારમાં તો ચિલ્લાઈ ઊઠેલી ને પછી રડવા લાગેલી. વાતવાતમાં ખબર પડી કે તે નાની હતી ત્યારે તેના કોઈ સગાએ તેની પર ચડી જઈને બળાત્કાર કરવાની કોશિશ કરેલી. આ જ કારણોસર તે હજી સુધી નૉર્મલ નથી થઈ શકી. હવે તે પહેલાંની જેમ ચીસ નથી પાડતી, પણ તે એટલી ડરી ગયેલી હોય કે મને ઇન્ટરકૉર્સ કરવાનું જ મન ન થાય. તેની આ હાલતમાં હું તેને કઈ રીતે મદદ કરી શકું એ સમજાવશો.

જવાબ : તમે ખૂબ જ સારા અને સમજુ પતિ છો એ માટે અભિનંદન. બાળપણમાં થયેલા જાતીય અનુભવોની ખૂબ ઊંડી છાપ માણસના મનમાં અંકિત થઈ ગયેલી હોય છે. એટલે તમારી પત્ની કદાચ ભૂતકાળના એ અનુભવને યાદ કરીને હજી પણ કંપી ઊઠે છે. તમે આવા સંજોગોમાં બળજબરીને સંભોગ કરવાનો આગ્રહ નથી રાખ્યો એ ખૂબ જ સારું કર્યું છે.

મારી સલાહ છે કે તમે તમારી વાઇફને કોઈ સારા સાઇકોલૉજિકલ કાઉન્સેલર પાસે લઈ જાઓ. કાઉન્સેલિંગ કે હિપ્નોથેરપીથી વ્યક્તિના મનમાં સંઘરાઈ પડેલી ખરાબ યાદોને ભૂંસી શકાય છે. અલબત્ત, આ ખૂબ ધીમે-ધીમે થતું કામ છે એટલે તમારે ધીરજ રાખવી પડશે.

જ્યાં સુધી તે સંપૂર્ણપણે આ ખરાબ યાદોમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી તમે ફોર-પ્લેમાં રાચો. હસ્તમૈથુન અને મુખમૈથુન કરી આપો અને કરાવો. અન્ય તમામ પ્રકારની ઇન્ટિમસી તમે માણો, પણ શરૂઆતમાં ક્યારેય મેલ સુપિરિયર પૉઝિશન અપનાવવાનું ટાળો. ફીમેલ-સુપિરિયર પૉઝિશનથી તમે ઇન્ટરકૉર્સની શરૂઆત કરો. કાઉન્સેલિંગ અને તમારી કાળજી બેઉ મળશે તો તમારી વાઇફનો ભય દૂર થઈ જશે અને તમે પણ સેક્સલાઇફ એન્જૉય કરવા લાગશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK