મને જાહેર શૌચાલયમાં બીજા છોકરાઓના પ્રાઈવેટ પાર્ટ જોવા ખુબ જ ગમે છે, શું કરું?

Published: 16th October, 2014 05:20 IST

મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને પબ્લિક યુરિનલમાં બીજા છોકરાઓનો પ્રાઇવેટ પાર્ટ જોવાનું ખૂબ ગમે છે.સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને પબ્લિક યુરિનલમાં બીજા છોકરાઓનો પ્રાઇવેટ પાર્ટ જોવાનું ખૂબ ગમે છે. મારા કેટલાક ફ્રેન્ડ્સ સાથે તો અમે ઘણી ખુલ્લી ચર્ચા કરીએ છીએ અને એકબીજાનો પાર્ટ ટચ કરીને જોયો પણ છે. જ્યારે પણ હું એ ઘટના કે અનુભવ વિશે વિચાર કરું છું ત્યારે મને ઉત્તેજના આવી જાય છે. શું એનો મતબલ એ છે કે હું હોમોસેક્સ્યુઅલ છું? ગર્લ્સ સાથે બહુ હળવા-ભળવાનું નથી થતું, પણ સુંદર બિકીની પહેરેલી છોકરીના પોસ્ટરથી પણ મને એક્સાઇટમેન્ટ થાય છે. ફ્રેન્ડ્સની સરખામણીએ મારી પેનિસની સાઇઝ ખૂબ નાની છે. મારો ઓવરઑલ શારીરિક બાંધો એ બધા કરતાં મોટો છે, પણ ઑર્ગન નાનું છે. ઉત્તેજિત અવસ્થામાં પાંચ-સાડાપાંચ ઇંચ જેટલી લંબાઈ થાય. હાઇટ-બૉડી સારી હોવા છતાં મને છાતી અને દાઢીના વાળ એકદમ આછા છે. અત્યારે હાઇટ પાંચ ફૂટ પાંચ ઇંચ જેટલી છે. શું મારે હાઇટ વધારવી હોય તો હજી વધી શકે ખરી? 

જવાબ : આ ઉંમરે સેક્સ્યુઅલ લાઇફનું અધકચરું અને અપૂરતું જ્ઞાન હોવાથી તમને આ બાબતે મૂંઝવણ થઈ રહી છે. એ વાત સાચી છે કે ટીનેજનાં પરિવર્તનો અત્યારે શરૂ થઈ જવાં જોઈએ, પણ હજી ગ્રોથની ઉંમર તમે પાર કરી ગયા નથી. તમારી હાઇટ ઑલરેડી સારી છે. હજી એકાદ વર્ષ તમારી હાઇટ વધી શકે છે.

પેનિસની સાઇઝ બાબતે તમે ખોટી ચિંતાઓ ઊભી ન કરો એ જરૂરી છે. તમે જે લંબાઈ જણાવી છે એ પૂરતી છે, કેમ કે સ્ત્રીઓના યોનિમાર્ગમાંથી આગળના બે ઇંચમાં જ સ્પર્શની સંવેદના હોય છે.

તમને અત્યારે ચોરીછૂપીથી છોકરાઓનો પ્રાઇવેટ પાર્ટ જોવાનું મન થાય છે અને પછી એ વિચારોથી ઉત્તેજના આવે છે એ હોમોસેક્સ્યુઅલ હોવાની નિશાની નથી. તમારા અવયવની બીજા સાથે સરખામણી અને શંકા નીકળી જશે તો બીજા લોકોના અવયવ બાબતે જાણવાની ઉત્સુકતા મટી જશે. માત્ર મનની ગ્રંથિઓને કારણે તમે ચિંતિત થઈ રહ્યા છો. બાકી બધું જ નૉર્મલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK