ઓરલ સેક્સથી એઈડ્સ થઈ શકે?

Published: 4th November, 2011 20:49 IST

મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી એટલે સેક્સની ઇચ્છા થાય ત્યારે કૉલગર્લ પાસે જાઉં છું. વરસમાં છથી સાત વાર જાઉં છું. અત્યાર સુધીમાં મેં બે જ છોકરીઓ સાથે સંબંધ રાખ્યો છે. ચેપી રોગોથી બચવા હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરું છું અને આ બે છોકરીઓને જ મળું છું.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી એટલે સેક્સની ઇચ્છા થાય ત્યારે કૉલગર્લ પાસે જાઉં છું. વરસમાં છથી સાત વાર જાઉં છું. અત્યાર સુધીમાં મેં બે જ છોકરીઓ સાથે સંબંધ રાખ્યો છે. ચેપી રોગોથી બચવા હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરું છું અને આ બે છોકરીઓને જ મળું છું. મારી સમસ્યા એ છે કે હું જ્યારે તેમની પાસે ઓરલ સેક્સ કરાવું છું ત્યારે કૉન્ડોમ નથી હોતું ને બીજું હું જ્યારે તેને ઓરલ સેક્સ આપું છું ત્યારે તેના અંગમાંથી ચીકણું પ્રવાહી દ્રવ્ય નીકળતું હોય છે. શરૂઆતમાં આ બાબતે મારું ધ્યાન નહોતું ગયું, પણ પછી ખબર પડતાં ડર પેઠો છે કે એ છોકરીને ચેપી રોગને કારણે તો આવું પ્રવાહી નહીં નીકળતું હોયને? કૉન્ડોમ વિના આ છોકરીઓ મને કિસ કરે તો શું ચેપ ફેલાય? મારાં લગ્નની વાતો ચાલે છે એટલે ચિંતા થાય છે.

જવાબ : તમે ભલે બે જ છોકરીઓ પાસે જાઓ છો, પણ એ છોકરીઓ બીજા અનેક પાર્ટનર્સ પાસે જાય છે એ ખૂબ રિસ્કી છે એટલે તેમને ચેપી રોગો થવાના ચાન્સિસ પણ અનેકગણા વધારે રહે છે. કોઈ વ્યક્તિ એચઆઇવી પૉઝિટિવ છે એવું તેના ચહેરા પર નથી લખ્યું હોતું. સમાગમ દરમ્યાન નીકળતા પ્રવાહીને જોઈને પણ એ ન કહી શકાય. એ માટેની લોહીની તપાસ થયેલી હોવી જરૂરી છે એટલે તમે તમારી સેક્સલાઇફને શરૂઆતથી જ જોખમમાં મૂકી દીધી છે.

ઓરલ સેક્સ દરમ્યાન તેનાં જનનાંગોમાંથી જે પ્રવાહી નીકળે છે એ કોઈ ચેપને કારણે નથી. સ્ત્રી ઉત્તેજિત થાય ત્યારે અમુક ચીકણો પદાર્થ ઝરે છે જે સમાગમ દરમ્યાન ઇન્દ્રિયના પ્રવેશને સરળ બનાવે છે. ધારો કે તે સ્ત્રી એચઆઇવી પૉઝિટિવ હોય તો મુખમૈથુનથી તમને પણ ચેપ લાગી જશે એવું ચોક્કસ નથી, પણ એનો ચેપ લાગવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. પહેલી વારના મુખમૈથુનમાંય ચેપ લાગી શકે અને પચાસમી વાર પછીયે ન લાગે એવું બની શકે છે. જો તમે આ રીતે ઓરલ સેક્સ માણ્યું હોય તો એક વાર એચઆઇવી ટેસ્ટ કરાવવી જોઈએ અને આ હરકત વહેલી તકે બંધ કરવી જોઈએ. છ મહિના સુધી સેફ ડિસ્ટન્સ રાખ્યા પછી ફરી ટેસ્ટ કરાવવી અને એ નેગેટિવ આવે તો જ લગ્ન વિશે વિચારવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK