પત્ની ઇન્દ્રિયને હાથ લગાડે ને તરત જ વીર્યસ્ખલન થઈ જાય છે, શું કરું?

Published: 1st November, 2011 18:20 IST

મારી ઉંમર ૨૯ વર્ષ છે. બે વરસથી સુખી લગ્નજીવન છે. છેલ્લા કેટલાક મહિનાથી સમાગમ વખતે મારી પત્ની ઇન્દ્રિયને હાથ લગાવે કે તરત પંદર-વીસ સેકન્ડમાં જ ર્વીયસ્ખલન થઈ જાય છે. ઓરલ સેક્સ દરમ્યાન પણ એવું જ થાય છે.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. બે વરસથી સુખી લગ્નજીવન છે. છેલ્લા કેટલાક મહિનાથી સમાગમ વખતે મારી પત્ની ઇન્દ્રિયને હાથ લગાવે કે તરત પંદર-વીસ સેકન્ડમાં જ ર્વીયસ્ખલન થઈ જાય છે. ઓરલ સેક્સ દરમ્યાન પણ એવું જ થાય છે. હું પોતે હસ્તમૈથુન કરું ત્યારે પણ ચરમસીમા ઝડપથી આવી જાય છે, પરંતુ હું સ્ખલન થાય એ પહેલાં જ મૈથુન બંધ કરી દઉં છું અને એટલે લાંબું ચાલી શકે છે. મારા ફ્રેન્ડના કહેવાથી આયુર્વેદિક સ્ટોરમાંથી વી-ટેક્સ ગોલ્ડ દવા લાવ્યો છું. પંદર દિવસથી લઉં છું, પણ ખાસ ફરક નથી. હું પહેલાંની જેમ સેક્સ માણી શકું એ માટે શું કરવું?

જવાબ : તમે જણાવેલી આયુર્વેદિક દવા ઉત્તેજના વધારવા માટે લોકો લે છે, જ્યારે તમને શીઘ્રસ્ખલનની તકલીફ છે. માટે આ દવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો. શીઘ્રસ્ખલન માટે આયુર્વેદમાં અકસીર દવાઓ છે, પરંતુ એમાં અફીણનો ઉપયોગ થાય છે. લાંબા ગાળે અફીણથી શરીરમાં દુર્બળતા આવે છે અને સમય જતાં એનું બંધાણ થઈ જવાની સમસ્યા રહે છે એટલે એનો સહારો ન લેવામાં આવે એ જ બહેતર છે.

સામાન્ય રીતે શરીરના ઇન્દ્રિયના ભાગને પ્રોટેક્ટેડ રાખવામાં આવતો હોવાથી એ ભાગ સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. તમારી ઇન્દ્રિયની ત્વચા સ્પર્શ પ્રત્યે અતિસંવેદનશીલ થઈ ગઈ છે. એ માટે તમે રોજ અન્ડરવેઅર પહેરો એ પહેલાં ઇન્દ્રિયની ત્વચાને પાછળની તરફ સરકાવી દો. એમ કરવાથી ઇન્દ્રિયનો ઉપરનો ભાગ ખુલ્લો રહેશે અને એ ડાયરેક્ટ અન્ડરવેઅર સાથે ટચ થશે. રોજ નાહતાં પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવે હાથે ઇન્દ્રિય પર મસાજ કરવો. એમ કરવાથી સ્પર્શ-સંવેદના ઘટશે. વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે. આ પ્રયોગ નિયમિત ધોરણે કરવાનું ચાલુ રાખશો તો કોઈ જ દવા વિના તમારી સમસ્યા નિવારી શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK