(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : હું ૩૧ વર્ષનો છું. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે ને બે બાળકો પણ છે. લગ્ન પહેલાં મને હસ્તમૈથુનની આદત હતી એને કારણે ઇન્દ્રિયનો વધુ વિકાસ થતો અટકી ગયો છે. જોકે પત્નીને સંતોષ આપી શકું છું. હમણાંથી હસ્તમૈથુન સદંતર બંધ છે, પરંતુ સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. ઇન્દ્રિયની સાઇઝ ઘટી નથી કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. યોનિપ્રવેશ સરળતાથી કરાવી શકું એટલું કડકપણું આવે છે. શીઘ્રપતનને કારણે મારી પત્નીને સંતોષ નથી મળતો. ક્યારેક સવારે ઊઠું ત્યારે યુરિન પાસ કરતી વખથે બળતરા થાય છે. ને એ પછી સફેદ ટીપાં જેવું નીકળતું હોય એવું લાગે છે. ફૅમિલી ડૉક્ટરની દવા લઉં છું, પણ સફેદ ટીપાં કે બળતરામાં કોઈ ફરક નથી.
જવાબ : પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે છે. હસ્તમૈથુનની આદત હોવા ન હોવા સાથે એને કોઈ સંબંધ નથી. બીજું, હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિયની સાઇઝ નથી વધતી, નથી ઘટતી. ઇન્દ્રિય સ્નાયુનો બનેલો અવયવ છે ને એ સંકોચાઈ જાય છે એવી ભ્રમણા અનેક લોકોને સતાવતી હોય છે. તમે એ ખોટી માન્યતાને મનમાંથી કાઢી નાખો.
ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવતી હોય, પણ લાંબો સમય એ ટકી શકતી ન હોય તો એ માટેની દવા સમાગમના એક કલાક પહેલાં લેવી જોઈએ. ડિપોક્સિટિન નામની ગોળી તમે સમાગમ પહેલાં લઈ શકો છો, પરંતુ એ પહેલાં ફૅમિલી ડૉક્ટર પાસે કમ્પ્લીટ ચેક-અપ કરાવી લેવું હિતાવહ છે.
સવારે ઊઠીને ક્યારેક યુરિન પાસ કરતી વખતે જે બળતરા થાય છે એનું સાદું કારણ કદાચ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે. દિવસમાં અઢીથી ત્રણ લિટર પાણી પીવાનું રાખો. જરૂર પડ્યે ધાણા અને જીરું નાખીને ઉકાળેલું પાણી ઠારીને પીઓ. એમ કરવાથી યુરિનરી ટ્રૅક્ટની બળતરા શાંત થશે. ત્રણેક દિવસ આ પ્રયોગ કરવા છતાં બળતરા ન શમે તો યુરિન રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવી લેવો. ક્યારેક યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોઈ શકે છે. સફેદ પાણી ક્યારેક જ પડે છે એની ચિંતા કરવા જેવું નથી. કબજિયાતને કારણે કે મળ માટે જોર કરતી વખતે પણ આવાં ટીપાં પડી શકે છે.
ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 ISTશું વિદેશી વાયેગ્રાની કોઇ આડઅસર થાય? લાંબાગાળે મુશ્કેલી આવી શકે?
23rd February, 2021 13:30 ISTવીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?
22nd February, 2021 14:14 ISTમૅસ્ટરબેશન બાદ ઇન્દ્રિયની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે
19th February, 2021 07:39 IST