મારા પતિના શરીરમાંથી ખૂબ જ વાસ આવતી હોય છે, સેક્સ કરવું જરાય નથી ગમતું

Published: 25th October, 2011 18:08 IST

મારાં લગ્નને છ મહિના થશે. એકંદરે મારા હસબન્ડ મારી બધી જ રીતે કાળજી રાખે છે. હનીમૂન પર ગયા ત્યારે અમે ખૂબ જ સારી સેક્સલાઇફ માણેલી. જોકે એ પછી રૂટીન લાઇફમાં આવ્યા પછી બધી ગરબડ શરૂ થઈ છે. તેઓ આખો દિવસ કામ કરીને આવે એ પછીથી તેમનાં કપડાં અને શરીરમાંથી પરસેવાની ભયંકર ગંધ આવતી હોય છે.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારાં લગ્નને છ મહિના થશે. એકંદરે મારા હસબન્ડ મારી બધી જ રીતે કાળજી રાખે છે. હનીમૂન પર ગયા ત્યારે અમે ખૂબ જ સારી સેક્સલાઇફ માણેલી. જોકે એ પછી રૂટીન લાઇફમાં આવ્યા પછી બધી ગરબડ શરૂ થઈ છે. તેઓ આખો દિવસ કામ કરીને આવે એ પછીથી તેમનાં કપડાં અને શરીરમાંથી પરસેવાની ભયંકર ગંધ આવતી હોય છે. રાત્રે થાકીને આવ્યા હોય એટલે નાહ્યા વિના જ સૂઈ જાય. તેમના મોંમાંથી પણ અને શરીરમાંથી પણ ખૂબ વાસ આવતી હોય છે એટલે મને તેમની નજીક જવાનું જ મન ન થાય. એક-બે વાર હળવેકથી નાહવા માટે તેમને કહી જોયું, પણ તેમણે કંઈ ગણકાર્યું નહીં. હું પથારીમાં સેન્ટ છાંટી રાખું છું જેથી ઓછી વાસ આવે, પણ એમ કરવાથીય મને સેકસમાં રસ નથી પડતો.

જવાબ : કપડાં અને મોંની ગંદી વાસને કારણે ઘણાં યુગલોની સેક્સલાઇફ શુષ્ક થઈ જાય છે. સુગંધ કરતાંય વધુ અગત્યનું છે સ્વચ્છતા. તમને કદાચ ડર છે કે તમે સીધું કહી દેશો કે પરસેવાની ગંધને કારણે તમને નથી ફાવતું તો તમારા પતિને કેવું લાગશે? અને જો નહીં કહો તો આખી જિંદગી આમ જ સેક્સલાઇફ વિતાવવાનું સહી શકશો ખરાં? મૂંગા મોંએ સહન કરવા કરતાં પતિને ખોટું ન લાગે એવી કોઈ ટેકનિક અપનાવો.

સાંજના સમયે પતિ ઘરે આવે ત્યારે ગરમાગરમ પાણી નાહવા માટે તૈયાર રાખો. જો શક્ય હોય તો ફોર-પ્લેના ભાગરૂપે તેમને નવડાવવાનો પ્રોગ્રામ બનાવો. સેન્ટેડ સાબુઓ કરતાં ત્વચા પરના બૅક્ટેરિયાનો નાશ કરે એવા ઍન્ટિ-બૅક્ટેરિયલ સાબુ વાપરવાથી લાંબો સમય ત્વચા ગંધરહિત રહેશે. પતિને તમે પ્રેમ અને વહાલથી નાહવા માટે તૈયાર કરશો તો તેને ખરાબ પણ નહીં લાગે. આફ્ટર-પ્લે દરમ્યાન તમે હળવેકથી આ પૉઝિટિવ બદલાવ તમને ખૂબ ગમ્યો છે એ જણાવો. પતિને એમ કરવું જરૂર ગમશે.

બીજું, જો મોંમાંથી ખાધેલી ચીજની વાસ આવતી હોય તો બ્રશથી ચાલી જાય, પણ જો મોંમાં બૅક્ટેરિયા વધવાને કારણે લાળની વાસ આવતી હોય તો ડેન્ટિસ્ટ પાસે ચેક-અપ કરાવવું જરૂરી છે. પેઢાના રોગની શરૂઆતમાં પણ શ્વાસમાં દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. ચ્યુઇંગ ગમ, એલચી કે પિપરમીટ એ ટેમ્પરરી સૉલ્યુશન છે કાયમી નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK