મારી ઇન્દ્રિય ખૂબ જ નાની છે, પાર્ટનરને સંતોષ આપી શકીશ?

Published: 24th October, 2011 19:31 IST

મારી ઉંમર ૨૩ વર્ષ છે. બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે ને મારી ઇન્દ્રિય ખૂબ નબળી અને નાની થઈ ગઈ છે. એ માટે છેલ્લા અઢી મહિનાથી હું ગોલ્ડ કૅપ્સ્યૂલ લઉં છું ને એ જ કંપનીના તેલથી ઇન્દ્રિય પર માલિશ કરું છું. એ છતાં કોઈ ફરક નથી પડતો. હસ્તમૈથુન કરું એ પછી તો ઇન્દ્રિય ખૂબ જ નાની થઈ જાય છે.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે ને મારી ઇન્દ્રિય ખૂબ નબળી અને નાની થઈ ગઈ છે. એ માટે છેલ્લા અઢી મહિનાથી હું ગોલ્ડ કૅપ્સ્યૂલ લઉં છું ને એ જ કંપનીના તેલથી ઇન્દ્રિય પર માલિશ કરું છું. એ છતાં કોઈ ફરક નથી પડતો. હસ્તમૈથુન કરું એ પછી તો ઇન્દ્રિય ખૂબ જ નાની થઈ જાય છે. ચિંતાને કારણે મને હવે મારી ફિયાન્સે સાથે વાતચીત કરવામાં પણ રસ નથી પડતો. પહેલાં અમે ખૂબ વાતો કરતા હતા, પણ હવે મને ડર રહ્યા કરે છે કે હું તેને સંતોષી નહીં શકું તો? તે એકદમ બોલ્ડ છે. ઝડપથી પરિણામ મળે એવું કંઈક કરવું છે, પ્લીઝ જલદી સલાહ આપજો.

જવાબ : સેક્સલાઇફની શરૂઆતમાં એક્સાઇટમેન્ટ અને ઍન્ગ્ઝાયટી બન્ને રહે એ સ્વાભાવિક છે, પરંતુ તમે જે વધુપડતી ચિંતા કરો છો એ ખોટી છે. સૌથી પહેલાં તો મને કહો કે તમને કોણે કહ્યું કે તમારી ઇન્દ્રિયની સાઇઝ નાની છે? કોઈ ફ્રેન્ડ પાસેથી જાણ્યું? પૉર્નસાઇટમાં જોઈને સરખામણી કરી કે પછી કોઈ ક્વૉલિફાઇડ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીને પછી તમે આ બધી ટ્રીટમેન્ટ કરી રહ્યા છો?

ઇન્દ્રિય મોટી હોય એ વ્યક્તિમાં વધુ પુરુષાતન હોય એવું જો તમે માનતા હો તો એ ભ્રમ કાઢી નાખવો જરૂરી છે. જો ઉત્તેજિત અવસ્થામાં તમારી ઇન્દ્રિય પાંચ ઇંચ જેટલી પણ લાંબી હશે તો ચાલી જશે. સ્ત્રીના યોનિમાર્ગની કુલ લંબાઈ છ ઇંચની હોય છે, પણ એના આગળના બે ઇંચ ભાગમાં જ સંવેદના હોય છે. અંદર ગમેએટલી લાંબી ઇન્દ્રિય હોય એ સુખ આપવા માટે કામ નથી આવતી.

તમે જે દવાઓ લો છો એનાથી કોઈ જ ફરક નથી પડવાનો, કેમ કે હજી સુધી ઇન્દ્રિયને લાંબી કરે એવી કોઈ જ દવા શોધાઈ નથી. માર્કેટમાં જે આયુર્વેદિક દવાઓ મળે છે એ માત્ર માનસિક અસર માટે હોય છે. તમે ઇન્દ્રિયની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપો અને ફોર-સ્કિન કુદરતી રીતે અપડાઉન થાય એ માટે સાદા કોપરેલ તેલથી માલિશ કરવાનું રાખો.

અને હા, બધી જ ચિંતા છોડીને તમારી ફિયાન્સે સાથે વાતો કરો. કોર્ટશિપનો આ પિરિયડ જીવનમાં વારંવાર નથી આવતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK