હસબન્ડનો કાઉન્ટ ત્રણ મિલ્યન છે ને મારી પિરિયડ સાઇકલ લેટ ચાલે છે

Published: 24th October, 2011 19:30 IST

મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારા પિરિયડ્સ પહેલાં રેગ્યુલર હતી. જોકે છેલ્લાં બે વર્ષર્થી મારી સાઇકલ ૨૮ દિવસને બદલે લગભગ ૩૫થી ૪૦ દિવસે આવે છે. માંડ બે દિવસ જ આવે છે. મારાં લગ્નને અઢી વર્ષ થયું છે, પરંતુ હજી ઘરે પારણું નથી બંધાયું. મારું વજન પણ થોડુંક વધી રહ્યું છે.ડૉ. જયેશ શેઠ - ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ - ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ

સવાલ : મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારા પિરિયડ્સ પહેલાં રેગ્યુલર હતી. જોકે છેલ્લાં બે વર્ષર્થી મારી સાઇકલ ૨૮ દિવસને બદલે લગભગ ૩૫થી ૪૦ દિવસે આવે છે. માંડ બે દિવસ જ આવે છે. મારાં લગ્નને અઢી વર્ષ થયું છે, પરંતુ હજી ઘરે પારણું નથી બંધાયું. મારું વજન પણ થોડુંક વધી રહ્યું છે. મારા હસબન્ડના સીમેનના રિપોર્ટમાં કાઉન્ટ માત્ર ત્રણ મિલ્યન છે. અમારા ડૉક્ટર તો કહે છે કે તમારી પિરિયડની સાઇકલ રેગ્યુલર ૨૮ દિવસની નહીં થાય ત્યાં સુધી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડશે. તો એ માટે શું કરવું?

જવાબ :  તમારી ઉંમરને જોતાં લગ્નને અઢી વરસ વીતી ગયા છતાં પરિણામ નથી મળ્યું એટલે જરૂરી ટ્રીટમેન્ટ વહેલી તકે કરાવી લેવી જરૂરી છે. તમારી તેમ જ તમારા હસબન્ડના જે રિપોટ્ર્સ છે એ જોતાં કુદરતી રીતે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ લગભગ ૧૦ ટકા જેટલા છે.

તમને પહેલાં પિરિયડ્સ રેગ્યુલર હતા ને હવે અનિયમિત થઈ ગયા છે એનાથી પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ હોવાની શક્યતાઓ જણાય છે. એ માટે તમે પિરિયડ્સના બીજા દિવસે FSH, LH, TSH, Prolactin ટેસ્ટ કરાવી લો. જો એલએચનું પ્રમાણ એફએસએચ કરતાં વધુ હોય તો એ પીસીઓએસની તકલીફ હોઈ શકે. એ રિપોર્ટ્સ અમને મોકલાવશો તો આગળની ટ્રીટમેન્ટ જણાવીશું.

વધુ ચિંતાજનક રિપોર્ટ તમારા હસબન્ડનો છે. સામાન્ય રીતે ૬૦ મિલ્યન કાઉન્ટ હોવો જોઈએ. આઇયુઆઇ જેવી ટ્રીટમેન્ટ માટે પણ ૧૦થી ૧૫ મિલ્યન કાઉન્ટ હોવો જોઈએ. FertylM 25mg એક ગોળી રાત્રે સૂતી વખતે વીસ દિવસ લેવી. એ પછી દસ દિવસ બંધ કરવી. ફરી વીસ દિવસ લેવી ને દસ દિવસનો ગૅપ રાખવો. આમ કુલ ત્રણ વાર કરવું. ત્રણ મહિના પછી ફરીથી સીમેન રિપોર્ટ કરાવવો. ઠંડાં પાણીથી નહાવાનું રાખવું. સ્મોકિંગ કે દારૂની આદત હોય તો સદંતર છોડવી.

ત્રણ મહિના પછી જો કાઉન્ટ સુધર્યો હોય તો આઇયુઆઇ (ઇન યુટ્રા ઇન્સેમિનેશન)થી પ્રેગ્નન્સીનો પ્રયત્ન કરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK