મેં સુન્નત કરાવી છે, પણ ઈન્દ્રિય ટાઈટ થાય ત્યારે ખુબ જ દુખે છે, શું કરું?

Published: 15th October, 2014 04:20 IST

મારી ઉંમર ૩૯ વર્ષ છે. ફોરસ્કિન ટાઇટ હતી એને કારણે મને ઘણી વાર સમાગમ વખતે ફોરસ્કિન ફાટવાને કારણે લોહી નીકળતું હતું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષ છે. ફોરસ્કિન ટાઇટ હતી એને કારણે મને ઘણી વાર સમાગમ વખતે ફોરસ્કિન ફાટવાને કારણે લોહી નીકળતું હતું. જોકે કૉન્ડોમ પહેરવાથી વાંધો નહોતો આવતો. ટાઇટનેસ એમ જ દૂર નહીં થાય એમ કહીને ડૉક્ટરે સર્કમસિશન કરાવેલું. એ માટેનું ઑપરેશન બે અઠવાડિયાં પહેલાં કર્યું હતું. મને હજી એ જગ્યાએ દુખાવો થાય છે. ચાલતી વખતે ઘર્ષણને કારણે દુખાવો પણ થાય છે. મને કહેવામાં આવેલું કે સર્કમસિશન પછી પંદર જ દવિસમાં બધું સારું થઈ જશે. સમાગમની વાત તો વિચારી શકાય એવી પણ નથી, હસ્તમૈથુન પણ કર્યું નથી છતાં ક્યારેક ઊંઘમાં ઉત્તેજના આવી જાય તોય દુખાવો થાય છે. શું આ નૉર્મલ છે? શું ટાંકા પાકી જાય અને કૉમ્પ્લિકેશનને કારણે સેક્સ્યુઅલ લાઇફ પર લૉન્ગ ટર્મ અસર થાય એવી શક્યતા ખરી? કાયમ માટે કંઈક ન થાય એ માટે શું કરવું?

જવાબ : કોઈ પણ સર્જરી કરાવ્યા પછી જ્યાં સુધી ટાંકા રુઝાય નહીં ત્યાં સુધી નિયમિતપણે જે ડૉક્ટરે સર્જરી કરી હોય તેમની ફૉલો-અપ વિઝિટ્સ કરતા રહેવું જોઈએ. દરેક સર્જરી પછી નૉર્મલ લાઇફ પર ચડતાં પહેલાં થોડી અડચણો આવે એ સ્વાભાવિક છે. તમે નિયમિત તમારા ડૉક્ટરના સંપર્કમાં રહેશો અને મુક્ત મને તમારી શંકાઓનું સમાધાન કરો એ જરૂરી છે. ધારો કે કોઈ કૉમ્પ્લિકેશન આવી શકે એમ હોય તો એ ડૉક્ટર તરત જ જરૂરી પગલાં લઈ શકે છે.

સુન્નતની સર્જરીમાં ક્યારેક કોઈ દરદીને રૂઝ આવવામાં થોડો લાંબો સમય જાય એવું બની શકે છે. તમને હજી બે જ અઠવાડિયાં થયાં છે એ નૉર્મલ જ છે. સર્કમસિશન દરમ્યાન લીધેલા ટાંકા અંદર જ ઓગળી જાય એવા હોય છે. ધારો કે ચાલતી વખતે ઘર્ષણને કારણે દુખાવો પુષ્કળ થતો હોય તો તમે રાહત માટે પેઇનકિલર લઈ શકો છો. સમાગમ કે હસ્તમૈથુન ઓછામાં ઓછાં ૬થી ૮ અઠવાડિયાં સુધી ન કરવું જોઈએ. સર્કમસિશનના ઑપરેશનને કારણે ઑર્ગનને કોઈ કાયમી તકલીફ થતી નથી એટલે નચિંત રહો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK