“મારા પુત્રના અડધા છોકરીઓ જેવાં અંગો છે ને અડધા છોકરા જેવાં છે”

Published: 17th October, 2011 20:13 IST

મારા દીકરાની ઉંમર ૧૬ વર્ષ છે. હાઇટ બૉડી સારી એવી વધી છે. આછી એવી દાઢીમૂછ પણ ફૂટ્યા છે, પણ તેના બ્રેસ્ટ્સનો ભાગ ખૂબ ઊંચો છે. જાણે છોકરીઓની હોય એવી. વજન પણ થોડુંક વધારે છે. આને કારણે તે કંઈ ખાતો નથી ને જેમતેમ કરીને વજન ઉતારવા માગે છે. ગયા મહિને તેનું બે કિલો વજન ઘટ્યું, પણ એનાથી તો છાતી વધુ ઊપસેલી દેખાવા લાગી છે.

 

(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારા દીકરાની ઉંમર ૧૬ વર્ષ છે. હાઇટ બૉડી સારી એવી વધી છે. આછી એવી દાઢીમૂછ પણ ફૂટ્યા છે, પણ તેના બ્રેસ્ટ્સનો ભાગ ખૂબ ઊંચો છે. જાણે છોકરીઓની હોય એવી. વજન પણ થોડુંક વધારે છે. આને કારણે તે કંઈ ખાતો નથી ને જેમતેમ કરીને વજન ઉતારવા માગે છે. ગયા મહિને તેનું બે કિલો વજન ઘટ્યું, પણ એનાથી તો છાતી વધુ ઊપસેલી દેખાવા લાગી છે. બૉડીના આ વિચિત્ર પ્રૉબ્લેમને કારણે તે ખૂબ જ અંતમુર્ખ થઈ ગયો છે. તે જીદ લઈને બેઠો છે કે હવે તો સર્જરી કરાવીને છાતી રિડ્યુસ કરાવી લેવી જ છે. તેના ફ્રેન્ડ્સની સાથે પણ બહાર નથી જતો. પોતાને અડધા છોકરીઓ જેવાં અંગો છે ને અડધા છોકરા જેવાં. એને કારણે તે ખૂબ કન્ફ્યુઝ રહે છે.

જવાબ : પ્યુબર્ટી એજમાં આ પ્રકારની તકલીફો જોવા મળે એ ખૂબ સ્વાભાવિક છે. હજી પ્યુબર્ટી એજના હૉમોર્નલ ચેન્જિસ સંતુલિત નથી થયા એટલે વચ્ચેના ગાળામાં ક્યારેક વધુપડતા હૉમોર્ન્સને કારણે આમ થઈ શકે છે. આ સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. ૧૭-૧૮ વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો છે એવું ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો.

ધારો કે છ મહિના પછી એમાં વધારો જણાય કે ઘટાડો ન થાય તો કોઈ હૉમોર્ન સ્પેશ્યલિસ્ટને બતાવી ઑપરેશનથી આ તકલીફનું નિરાકરણ સહેલાઈથી થઈ શકે છે. ૧૭-૧૮ વર્ષની વય પછી હૉમોર્ન્સમાં સંતુલન આવે એ પછીથી મોટા ભાગના કેસમાં આપમેળે ઉપસેલી છાતી બેસી જઈ શકે છે. સાવ ભૂખ્યા રહીને ડાયટિંગ કરવાથી બૉડીના લુકને તો ઠીક શરીરને અંદરથી પણ નુકસાન થાય છે. અત્યારે આ બાબતે તેને વધુ ચિંતા રહેતી હોય તો કોઈ સારા કાઉન્સેલર પાસે લઈ જાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK