(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)
સવાલ : મારાં લગ્નને બે વરસ થયાં છે. મારી પત્નીને સેક્સ માટે બહુ ઇચ્છા નથી થતી, પણ મારી ઇચ્છા હોય તો તે ક્યારેય ના નથી પાડતી. ઓવરઑલ અમારી સેક્સલાઇફ ઠીક-ઠીક છે. હમણાં જ તેનો પ્રેગ્નન્સી રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું એ સાંભળીને ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો છું. હજી પ્રેગ્નન્સીને બે મહિના જ થયા છે, છતાં અત્યારથી જ સેક્સ માટે તે ના પાડે છે. આવા સંજોગોમાં તેને કેવી રીતે મનાવવી? ઘણી વાર તો હું ફોર-પ્લે શરૂ કરું ત્યાં જ તે અકળાઈ ઊઠે છે. હમણાં બાળકની સેફ્ટી માટે થઈને સમાગમ ન કરવો જોઈએ એવું કહે છે. મેં સાંભળ્યું છે કે પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં સેક્સ ન કરવું જોઈએ. પણ શરૂઆતથી જ આમ કરવું જરૂરી છે? શું બાકીના મહિનાઓ પણ હસ્તમૈથુનથી જ સંતોષ મેળવવો પડશે?
જવાબ : પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉમોર્નલ ચેન્જિસ થાય છે અને એને કારણે તેને મૉર્નિંગ સિકનેસ અને ડિપ્રેશન જેવાં લક્ષણો દેખાય છે. ત્રણ મહિના પૂરા થયા પછી શરીર એ હૉમોર્ન્સ સાથે સેટ થઈ જાય છે. બની શકે કે તમારી પત્નીને અત્યારે હૉમોર્નલ ડિસ્ટર્બન્સને કારણે સેક્સમાં રસ નહીં પડતો હોય. એવું કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ. છેલ્લા ત્રણ મહિના જેટલા અગત્યના છે એટલા જ અગત્યના પહેલા ત્રણ મહિના પણ છે.
તમારે જો સમાગમમાં રાચવું હોય તો તમારી પત્નીના ગાઇનેકોલૉજિસ્ટની સલાહ જરૂર લો. જો પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લકેશન્સ હોય અને પત્નીને સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો સેક્સ અવૉઇડ કરવું જ બહેતર રહેશે. બાકી, હૉમોર્ન્સ સંતુલન આવતાં સેક્સની ડિઝાયર પણ નૉર્મલ થઈ જશે. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન જ્યારે પણ તમે સંભોગ કરો ત્યારે પત્નીના પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય એવી પૉઝિશન્સ જ અપનાવો. ફીમેલ સુપિરિયર અથવા તો ડૉગી પોઝિશનથી પેટ દબાતું નથી અને સ્ત્રીને પણ ડિસકમ્ફર્ટ નથી અનુભવાતી. જોકે એ પણ પત્નીના ગાઇનેકોલૉજિસ્ટની પરવાનગી લઈને પછી જ.
મૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 ISTમારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 ISTહમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે, તો શું કરવું?
25th February, 2021 12:02 IST