સેક્સ સંવાદ - હસ્તમૈથુન કર્યા બાદ ઈન્દ્રિયમાં ચાંદા પડી જાય છે, શું કરું?

Published: 12th October, 2011 18:58 IST

મારી ઉંમર ૩૮ વર્ષ છે. લગ્નને પંદર વરસ થઈ ગયાં છે. કેટલીય માનતાઓ પછી દોઢ વરસ પહેલાં ઘરે બાળકનો જન્મ થયો છે. જોકે એ પછીથી  મારી સેક્સલાઇફ ખોરવાઈ ગઈ છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ અમારે ખૂબ કાળજી રાખવી પડેલી ને હવે બાળક દોઢ વરસનું થઈ ગયું છે છતાં ક્યારેક જ પત્ની તૈયાર  થાય છે.

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ છે. લગ્નને પંદર વરસ થઈ ગયાં છે. કેટલીય માનતાઓ પછી દોઢ વરસ પહેલાં ઘરે બાળકનો જન્મ થયો છે. જોકે એ પછીથી  મારી સેક્સલાઇફ ખોરવાઈ ગઈ છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ અમારે ખૂબ કાળજી રાખવી પડેલી ને હવે બાળક દોઢ વરસનું થઈ ગયું છે છતાં ક્યારેક જ પત્ની તૈયાર  થાય છે. આટલાં વષોર્માં ક્યારેય હસ્તમૈથુન કરવાની જરૂર નહોતી પડી, પણ હવે ઈન્દ્રિય સાથે ઘર્ષણ કરીને તો ક્યારેક હાથમાં લઈને કાલ્પનિક મૈથુનનો સંતોષ  માનું છું. મારી સમસ્યા એ છે કે આમ કરવાને કારણ ઈન્દ્રિયમાં ચાંદા પડી જાય છે ને ઉપરની ચામડી ખેંચાય છે. એને કારણે હવે પત્ની સાથ ન આપે ત્યારે હસ્તમૈથુનનો વિકલ્પ પણ નથી રહેતો. શું કરવું?

જવાબ : ડિલિવરી પછી થોડોક સમય હૉર્મોનલ અસંતુલનને કારણે સેક્સની ઇચ્છા ઘટી જાય એવું બની શકે છે. આવા સમયે પત્ની પર અકળાવાને બદલે પ્રેમ,  હૂંફ અને સમજાવટથી કામ લેવાની જરૂર છે. તેની કામેચ્છા ઘટી ગઈ છે એની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. નાનકડા બાળકની સંભાળ રાખવામાં થાક લાગતો  હોય, યોનિપ્રવેશ દરમ્યાન તકલીફ થતી હોય તો પણ એની અકળામણ સેક્સ પર નીકળી શકે છે.

તમે હસ્તમૈથુન કરો છો ત્યારે ચાંદા પડી જાય છે એ થોડીક નવાઈની વાત લાગે છે. શું તમે જે ચીજ સાથે ઈન્દ્રિયનું ઘર્ષણ કરો છો એ એટલી કડક કે ખરબચડી  હોય છે? હથેળીમાં ઈન્દ્રિય લેતા હો તો બની શકે કે સૂકી ત્વચાને કારણે ઘર્ષણ વધુ થાય. સાદું કોપરેલ તેલ લઈને ઈન્દ્રિયને રમાડશો તો સુંવાળપ પણ  અનુભવાશે, ઘર્ષણ પણ નહીં થાય અને હસ્તમૈથુનનો આનંદ પણ વધશે.

ઘર્ષણને કારણે જો ચાંદા પડતા હશે તો એ અટકશે. જો ઈન્દ્રિયને ઘસીને મૈથુન કરતા હો તો જે-તે ચીજ સુંવાળી હોય એનું ધ્યાન રાખો. તમારી પત્નીની  સેક્સમાંથી રુચિ શા માટે ઓછી થઈ ગઈ છે એનું કારણ જાણવા કોઈ સારા મનોચિકિત્સકનું માર્ગદર્શન લેશો તો તમારી સેક્સની ગાડી ફરી પાટા પર ચડી જશે. ત્યાં  સુધી અંગત સંતોષ માટે હસ્તમૈથુન કરવાથી કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK