મારી ઈન્દ્રિય એકદમ નાની છે તો શું કરું?

Published: 11th October, 2011 20:14 IST

મારી ઉંમર ૨૩ વર્ષની છે. લગ્નને ચાર મહિના થયા છે. લગ્ન પછી પંદરથી વીસ વાર સમાગમ કર્યો છે. છેલ્લાં પાંચ-છ વરસથી હસ્તમૈથુન પણ કરતો આવ્યો છું. આજે મારી સમસ્યા એ છે કે મારી લિંગની સાઇઝ ઓછી થઈ ગઈ છે. ટાઇટ થાય ત્યારે માત્ર પાંચ ઇંચની હોય છે.

 

 

(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષની છે. લગ્નને ચાર મહિના થયા છે. લગ્ન પછી પંદરથી વીસ વાર સમાગમ કર્યો છે. છેલ્લાં પાંચ-છ વરસથી હસ્તમૈથુન પણ કરતો આવ્યો છું. આજે મારી સમસ્યા એ છે કે મારી લિંગની સાઇઝ ઓછી થઈ ગઈ છે. ટાઇટ થાય ત્યારે માત્ર પાંચ ઇંચની હોય છે. સેક્સ માટેનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે. ઈન્દ્રિય ટાઇટ ન હોય ત્યારે બચ્ચા જેવી દેખાય છે. એનાથી મારી વાઇફને ખૂબ શરમ અનુભવાય છે. તે કહે છે કે આવી બચ્ચા જેવી ઈન્દ્રિય વડે કેવી રીતે સંભોગ કરી શકશો?

મારી આ સમસ્યાનો ઉકેલ બતાવો પ્લીઝ. પહેલાં મારી ઈન્દ્રિય કેવી હતી કે કેવી હોવી જોઈએ એ વિશે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આયુર્વેદિક મલમનો ઉપયોગ કરું છું એનાથી દસ ટકા ફરક છે, પણ ઝડપથી ફાયદો થાય એ માટે શું કરવું?

જવાબ : સૌથી પહેલી વાત એ કે તમારી ઈન્દ્રિયની સાઇઝ એકદમ નૉર્મલ છે. જો ઉત્તેજના વખતે ઈન્દ્રિયની સાઇઝ પાંચ ઇંચની હોય તો એ સ્ત્રીને સંતોષ આપવા માટે પૂરતી છે. એનું કારણ એ કે સ્ત્રીના યોનિમાર્ગના આગળના બે ઇંચના ભાગમાં જ સ્પર્શજ્ઞાન અને સંવેદના છે. એ પછીના અંદરના ચાર ઇંચમાં સંવેદના નથી હોતી એટલે તમારી ઈન્દ્રિય પાંચને બદલે દસ ઇંચનીયે હોય તોય ફરક નથી પડતો.

બીજું, સુપ્ત અવસ્થામાં દરેક પુરુષની ઈન્દ્રિય નાની અને બચ્ચા જેવી જ હોય. અચાનક જ કોઈ અંગ નાનું ન થઈ જાય. તમે અત્યાર સુધી ક્યારેય તમારાં પોતાનાં અંગોને ધારીને જોયાં નહીં હોય એટલે તમને અત્યારે એ અચાનક નાનાં થઈ ગયાં હોવાનું ભાસે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈનાં નાક-કાન નાનાં થઈ ગયાં? આ તમારો ભ્રમ છે ને એને કારણે તમારો ઉત્સાહ ઘટી ગયો છે.

લગ્ન પછી તમે પંદરથી વીસ વાર સફળ સમાગમ કરી ચૂક્યા છો એ બતાવે છે કે તમને શારીરિક રીતે કોઈ જ સમસ્યા નથી. બધી જ સમસ્યાની જડ મનમાં છે. કોઈ આયુર્વેદિક કે ઍલોપથી દવા આમાં મદદ નહીં કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK