સેક્સ સંવાદ - વધુ પડતી ઉત્તેજનાને કારણે ઈન્દ્રિયપ્રવેશ વખતે દુ:ખાવો થાય?

Published: 10th October, 2011 19:01 IST

મારી ઉંમર ૨૮ વર્ષ છે. એકંદરે સેક્સલાઇફ સારી છે, પરંતુ ક્યારેક-ક્યારેક અચાનક જ ઇન્દ્રિયપ્રવેશ વખતે મને ખૂબ જ પીડા થાય છે. હું હસબન્ડને કહું છું તો એ વખતે તેઓ એટલા આવેશમાં હોય છે કે ગણકારતા જ નથી. સમાગમ પછી તેઓ દિલથી સૉરી કહીને સૂઈ જાય છે. મને જાણવું છે કે મને ક્યારેક જ દુખાવો થાય છે એનું કારણ શું હશે?

 

(સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. એકંદરે સેક્સલાઇફ સારી છે, પરંતુ ક્યારેક-ક્યારેક અચાનક જ ઇન્દ્રિયપ્રવેશ વખતે મને ખૂબ જ પીડા થાય છે. હું હસબન્ડને કહું છું તો એ વખતે તેઓ એટલા આવેશમાં હોય છે કે ગણકારતા જ નથી. સમાગમ પછી તેઓ દિલથી સૉરી કહીને સૂઈ જાય છે. મને જાણવું છે કે મને ક્યારેક જ દુખાવો થાય છે એનું કારણ શું હશે? ક્યારેક અમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર સમાગમ કરીએ છીએ તો કેટલીક વાર એક-દોઢ મહિનો થઈ જાય છે. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ ને અમારી આઉટડોર ટ્રિપ્સ પણ રહેતી હોય છે એટલે ક્યારેક દોઢેક મહિનો જતો રહે છે. લાંબા સમય મળતા હોઈએ ત્યારે અમારી બન્નેની કામેચ્છા ખૂબ જ તીવ્ર હોય છે, પણ મને ઇન્દ્રિયપ્રવેશ વખતે દુખાવો થાય છે ને તેમને શીઘ્રસ્ખલન થઈ જાય છે. શું વધુપડતી ઉત્તેજનાને કારણે આમ થાય?

જવાબ : જો ક્યારેક પ્રવેશ વખતે દુખાવો થતો હોય ને ક્યારેક ન થતો હોય તો એ અવયવગત ખામી નથી. તમારા કેસમાં ઇન્દ્રિયપ્રવેશ વખતે દુખાવો થવાનું કારણ યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશનનો અભાવ હોઈ શકે છે. પુરુષમાં ઉત્તેજના આવે એટલે ઇન્દ્રિય સખત બને એમ સ્ત્રીમાં યોનિમાર્ગમાંથી ચીકણું પ્રવાહી નીકળે જેથી કરીને ઇન્દ્રિય પ્રવેશ ખૂબ સરળતાથી થઈ જાય.

જો લાંબા સમય પછી સમાગમ કરવામાં આવતો હોય તો ફોર-પ્લેમાં પૂરતો સમય ફાળવવો જરૂરી છે. તમે યોનિપ્રવેશ માટે તૈયાર ન હો અને પરાણે એમ કરવામાં આવે તો ઘર્ષણ વધુ થાય છે. પૂરતું લુબ્રિકેશન છે કે નહીં એ ચેક કર્યા પછી ઇન્દ્રિય પ્રવેશ કરાવવામાં આવે તો દુખાવાની સમસ્યા મટી જશે. વધુપડતી ઉત્તેજનાને કારણે પણ શીઘ્રસ્ખલન થઈ જાય છે.  આવા સંજોગોમાં જો તમારા હસબન્ડ બે ટકા ઝાયલોકેનવાળો મલમ ઇન્દ્રિય પર લગાવી દેશે તો અતિસંવેદના ઘટી જશે ને સમાગમ થોડોક લાંબો ચાલશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK