ફોર-પ્લે દરમ્યાન સ્તનમસાજ કરવાથી કોઈ નુકસાન થાય ખરું? (સેક્સ સંવાદ)

Published: 30th September, 2011 17:09 IST

મને ફોર-પ્લે દરમ્યાન વાઇફનાં સ્તનને અડવું, દબાવવું, ચૂસવું કે એનું મર્દન કરવું ખૂબ જ ગમે છે. જો કે મારી પત્નીના સ્તન હજુ પણ મોટાં થાય તેવી અમારી બંનેની ઈચ્છા છે. આ માટે ઘણી વખત મેં બ્લુ ફિલ્મમાં જોયા પ્રમાણે વાઈફના સ્તન પર વીર્યથી મસાજ કર્યું છે તો શું તેનાથી ભવિષ્યમાં કોઈ નુકસાન તો નહીં થાય ને?

સેક્સ સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મને ફોર-પ્લે દરમ્યાન વાઇફનાં સ્તનને અડવું, દબાવવું, ચૂસવું કે એનું મર્દન કરવું ખૂબ જ ગમે છે. ભલે અમે સમાગમ ન કરીએ, પણ રોજ રાત્રે તેનાં બ્રેસ્ટ્સને કિસ કરવાનું અને સ્તનની નિપલને મોઢામાં લઈને રમું છું. અમારે હવે બાળકો જોઈતાં ન હોવાથી સ્ખલન પછી નીકળેલું ર્વીય બહાર પેટ પર જ કાઢી નાખું છું. મેં બ્લુ ફિલ્મમાં ર્વીયથી સ્તન પર મસાજ થતો જોયો છે ને એમાં એવું પણ બતાડ્યું હતું કે એમ કરવાથી સ્તન વધુ મોટાં બને.

મને પણ ઇચ્છા છે કે મારી વાઇફનાં બ્રેસ્ટ્સ હજી વધુ મોટાં અને સુંદર બને. મારી વાઇફને પણ એવું ખૂબ ગમે છે. અમારી સેક્સલાઇફમાં ક્યારેય એકબીજાને ન ગમતી હોય એવી બાબતો નથી કરી. શું આફ્ટર-પ્લે દરમ્યાન આવો મસાજ કરવો ઠીક કહેવાય? મેં એકાદ બે વખત ર્વીયથી મસાજ કર્યો છે પણ કંઈ ફરક નથી જણાયો. મારે જાણવું છે કે એમ કરવાથી ભવિષ્યમાં કોઈ તકલીફ તો ન થાયને?

જવાબ : ફોર-પ્લે કે આફ્ટર-પ્લેમાં શું કરાય ને શું નહીં એનો સાદો નિયમ છે કે જે-તે ક્રિયા બન્ને પાર્ટનરને પસંદ હોવી જોઈએ. એનાથી બેમાંથી કોઈનેય શારીરિક પીડા કે હાનિ ન થાય. તમને બ્રેસ્ટ્સ સાથે રમવાનું ગમે છે એમાં કંઈ ખોટું નથી. તમારાં વાઇફ એ ઍન્જોય પણ કરે છે એટલે બન્ને માટે ગમતું છે.

હવે વાત છે ર્વીયથી છાતી પર મસાજ કરવાની. એ કરવાથી કોઈ નુકસાન પણ નથી ને ફાયદો પણ નથી. ર્વીયના મસાજથી સ્તન મોટાં થાય એવું ક્યાંય સાબિત થયું નથી. બ્લુ ફિલ્મમાં જે દેખાડવામાં આવે છે એ બધું સાચું માની લેવાની મૂર્ખામી કરવાથી ક્યારેક અંગત લાઇફ જોખમમાં મૂકાઈ જાય છે.

સ્તન પર ર્વીયનો મસાજ કરવાથી ત્વચાને ખાસ કોઈ તકલીફ થાય એવી શક્યતા નથી. એનાથી સ્તનપાનમાં પણ કોઈ અડચણ ન આવવી જોઈએ. જો વાઇફની સ્કિન ખૂબ સેન્સિટિવ હોય તો મસાજ પછી તરત જ માઇલ્ડ સાબુથી એ ભાગ સાફ કરી લેવાની આદત રાખવી સેફ કહેવાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK