મને શીઘ્રસ્ખલનની ચિંતા સતાવે છે, લગ્ન પછી પણ આમ થયું તો? (સેક્સ સંવાદ)

Published: 3rd October, 2011 16:44 IST

મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું બાવીસ વરસનો થયો ત્યાં સુધી મેં ક્યારેય હસ્તમૈથુન નહોતું કર્યું. એને કારણે મને નાઇટફૉલ પુષ્કળ થતો હતો. મારા એક ફ્રેન્ડે મને મૅસ્ટરબેશનની આદત પાડી. એ પછીથી ભાગ્યે જ સ્વપ્નદોષ થાય છે. જોકે હસ્તમૈથુન સાથે હું ક્યારેક ઉત્તેજક ક્લિપ્સ કે ફિલ્મ જોઉં છું ત્યારે મને ખૂબ જ ઝડપથી સ્ખલન થઈ જાય છે.

 

-ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું બાવીસ વરસનો થયો ત્યાં સુધી મેં ક્યારેય હસ્તમૈથુન નહોતું કર્યું. એને કારણે મને નાઇટફૉલ પુષ્કળ થતો હતો. મારા એક ફ્રેન્ડે મને મૅસ્ટરબેશનની આદત પાડી. એ પછીથી ભાગ્યે જ સ્વપ્નદોષ થાય છે. જોકે હસ્તમૈથુન સાથે હું ક્યારેક ઉત્તેજક ક્લિપ્સ કે ફિલ્મ જોઉં છું ત્યારે મને ખૂબ જ ઝડપથી સ્ખલન થઈ જાય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર હું હસ્તમૈથુન કરું છું ને કદાચ એને કારણે જલદીથી ચરમસીમા આવી જતી હશે? મારી ગર્લફ્રેન્ડ સાથે હું ક્યારેક ફોરપ્લે કરું છું, પણ શીઘ્રસ્ખલનની ચિંતાને કારણે હું આગળ વધતો જ નથી. અત્યારે તો વાંધો નથી, પણ લગ્ન પછી શું આમ જ થશે? નાની ઉંમરે જલદી સ્ખલનની સમસ્યા હોય તો વહેલા સેક્સમાંથી નિવૃત્તિ આવી જવાની ચિંતા થાય છે.

જવાબ : કેટલાક લોકો માટે હસ્તમૈથુન વધુ ઉત્તેજનાત્મક સાબિત થતું હોય છે, કારણ કે હસ્તમૈથુનમાં મૈથુનની ક્રિયા હથેળીમાં થતી હોય છે ત્યારે સાથે કલ્પનાનો ઉપયોગ પણ થતો હોય છે. એવું કહેવાય છે કે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજક હોય છે. સેક્સની બાબતમાં વાસ્તવિકતા કરતાં એની કલ્પના ઘણી રંગીન પુરવાર થતી હોય છે અને પરિણામે ઉત્તેજનામાં થોડુંક વધુ જોશ આવી જાય છે. માટે જસ્ટ ગો સ્લો.

અત્યારથી સમાગમ વખતની ચિંતા કરશો એટલી વધુ તકલીફો સર્જાશે. એને બદલે એક એક્સરસાઇઝ કરવાની શરૂ કરી દો. પેઢુના સ્નાયુઓને પેશાબ રોકવા માટે જે રીતનું સંકોચન કરીએ એ રીતે સંકોચવા અને રિલૅક્સ કરવા. આમ દિવસમાં બે વાર ત્રણ-ચાર મિનિટ માટે પ્રૅક્ટિસ કરવી.

બીજું, પેશાબ કરતી વખતે એક જ ધારમાં પેશાબ કરવાને બદલે વચ્ચે એક-બે વખત અટકી-અટકીને પેશાબ કરવો. આમ કરવાથી મગજ શીઘ્રસ્ખલન રોકવા માટે ઑટોમૅટિક કેળવાઈ જાય છે. મગજને ખબર નથી પડતી કે તમે પેશાબ બહાર કાઢી રહ્યા છો કે ર્વીય. આને કારણે સ્ખલન અવસ્થા પર પણ ધીમે-ધીમે આપમેળે તમારો અંકુશ આવી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK