સેક્સ સંવાદ - રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષ છે. ડિસેમ્બર મહિનામાં મારાં લગ્ન થવાના છે. અત્યારથી હું એ સંબંધ માટે ખૂબ એક્સાઇટેડ છું. મારી એક્સ-ગર્લફ્રેન્ડ સાથે સમાગમનો આનંદ હું ત્રણ-ચાર વાર માણી ચૂક્યો છું ને હવે કલ્પનામાં મારી ભાવિ પત્નીને નિહાળીને હું ખૂબ એક્સાઇટ થઈ જાઉં છું. મારી ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર સમાગમ કર્યો ત્યારે જે સંતોષ મળેલો એટલી હદનો આનંદ બીજી વારમાં નહોતો મળ્યો. તેનું કહેવું હતું કે સ્ત્રીની વર્જિનિટી તૂટે ત્યારે હસબન્ડને પણ અગમ્ય આનંદ થાય. શું આ ખરું હોય? હવે તો એ ગર્લફ્રેન્ડ સાથે સંબંધો તૂટી ગયા છે, પણ શું મારી ભાવિ પત્ની વર્જિન હશે તો જ મને એવો આનંદ મળશે? મારી પત્ની વર્જિન છે કે કેમ એનો અંદાજ મને કેવી રીતે મળે?
જવાબ : તમને પહેલી વાર ગર્લફ્રેન્ડ સાથેના સંબંધમાં વધુ આનંદ આવ્યો એને અને વર્જિનિટીને કોઈ જ લેવા દેવા નથી. સેક્સનો પહેલવહેલી વારનો અનુભવ જો પ્રિય પાત્ર સાથે થાય તો એ રોમાંચક જ રહેવાનો. તમારી એ પાર્ટનર વર્જિન ન હોત તો પણ એવું જ થાત. વર્ષો સુધી કોઈએ ખાવાનું ન ખાધું હોય ને સામે ગરમાગરમ રોટલીવાળું તૈયાર ભાણું મૂકવામાં આવે તો પહેલી રોટલી તમને વધુ મીઠી લાગે ને એનાથી સંતુષ્ટિ પણ વધુ થાય. એ પછીથી રોજેરોજ ખાવામાં તમારી ભૂખ જરૂર સંતોષાય પણ પહેલી વારની રોટલીમાં જે મીઠાશ અને તૃપ્તિ મળેલી એટલી કદાચ ન પણ મળે. એવું જ કંઈક પહેલી વારના સેક્સનું કહી શકાય.
વર્જિનિટી એટલે કે કૌમાર્ય. કૌમાર્યની નિશાની ગણાય છે કૌમાર્યપટલ. જોકે કૌમાર્યપટલ અકબંધ હોવા ન હોવા એનાથી છોકરી કુમારિકા છે કે નહીં એ નક્કી કરી શકાય નહીં, કેમ કે આ એટલો પાતળો પડદો છે કે એ ઘણી વાર કોઈ પણ હેવી એક્સરસાઇઝ કે ડાન્સ કરતી વખતે પણ તૂટી જઈ શકે છે. ઘણી વાર સમાગમ પછી પણ કૌમાર્યપટલ અતૂટ રહી જાય છે.
તમારી પત્નીના ભૂતકાળ બાબતે મનમાં જો કોઈ શંકા હોય તો એ પણ કાઢી નાખજો. લગ્ન સંબંધનો પાયો જ પ્રેમ અને વિશ્વાસ છે.
હસબન્ડ અને વાઇફની પસંદગી અંગત જીવનમાં સાવ જ અલગ પડતી હોય તો શું કરવું?
5th March, 2021 13:00 ISTસમાગમ કર્યા પછી ઈન્દ્રિયના સોપારી જેવા ભાગ પર બળતરા થાય છે
4th March, 2021 10:18 ISTશું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 IST