મોટી ઉંમરની પત્ની સાથે સમાગમ કરું છું એટલે મારો સેક્સપાવર ઓછો થયો છે? (સેક્સ સંવાદ)

Published: 4th October, 2011 18:50 IST

મારી ઉંમર ૪૩ વર્ષની છે. મારાં લગ્નને છ વર્ષ થયાં છે અને બે સંતાનો છે. મારી પત્ની મારાથી ત્રણ વર્ષ મોટી છે ને એટલે તેની સેક્સડ્રાઇવ ઘટી ગઈ છે. એક વરસથી તેને બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે. છેલ્લા વરસેકથી હું શીઘ્રસ્ખલનની સમસ્યાથી પીડાઉં છું. મારે જાણવું છે કે હું મારાથી મોટી ઉંમરની પત્ની સાથે સમાગમ કરું છું માટે મારો સેક્સપાવર ઓછો થયો છે?

 

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૩ વર્ષની છે. મારાં લગ્નને છ વર્ષ થયાં છે અને બે સંતાનો છે. મારી પત્ની મારાથી ત્રણ વર્ષ મોટી છે ને એટલે તેની સેક્સડ્રાઇવ ઘટી ગઈ છે. એક વરસથી તેને બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે. જોકે મને હજી સુધી કંઈ નથી. સંતોષ માટે હું  એક ગર્લફ્રેન્ડ સાથે પણ સંબંધમાં છું. તે મારાથી દસ વર્ષ નાની છે. છેલ્લાં ચાર વર્ષથી મારા તેની સાથે ફિઝિકલ રિલેશન છે. છેલ્લા વરસેકથી હું શીઘ્રસ્ખલનની સમસ્યાથી પીડાઉં છું. મારે જાણવું છે કે હું મારાથી મોટી ઉંમરની પત્ની સાથે સમાગમ કરું છું માટે મારો સેક્સપાવર ઓછો થયો છે?

જવાબ : પાર્ટનરની ઉંમરને અને સેક્સલાઇફને તમારી કામશક્તિ સાથે કશું જ લાગતુંવળગતું નથી, કેમ કે જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર પ્રકાશ કોઠારીના કહેવા મુજબ ‘સેક્સ બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નહીં!’
મોટી ઉંમરની કે નાની ઉંમરની કોઈ પણ સ્ત્રી સાથે સમાગમ કરવાથી તમારી પોતાની કામેચ્છા કે કામશક્તિ પર કોઈ વિપરીત અસર પડવાની શક્યતા નથી. જોકે વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીન ભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે. આ ડર અને હીનતાને કારણે માનસિક તકલીફો ઊભી થાય છે. આ માનસિક સંતાપની સીધી અસર સેક્સ્યુઅલ પફોર્ર્મન્સ પર પડે છે.

મને લાગે છે કે તમને અત્યારે જે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ સર્જાઈ છે એનું મૂળ શારીરિક નથી પણ માનસિક છે. કોઈ જોઈ જશે તો અથવા લોકોને તમારા સંબંધોની ખબર પડી જશે તો એ ભય તમને જંપીને બેસવા દેતો નથી.

તમારા પાર્ટનરને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર છે એનાથી તમને કોઈ નુકસાન નથી થવાનું, પરંતુ જો તેને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હશે તો એ તમને લાગી શકે છે. સ્વસ્થ વ્યક્તિ સાથે સ્વસ્થ ચિત્તે, સ્વસ્થ માનસિકતા સાથે સમાગમ કરવાથી તમને કોઈ પણ શારીરિક સમસ્યા ઊભી નહીં થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK