ઈન્દ્રિયમાં બરાબર કડકપણું નથી આવતું, શું કરું?

Published: 14th December, 2012 06:25 IST

મારી ઉંમર ૫૩ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે ઘણા વખતથી મારી ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું નથી આવતું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૫૩ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે ઘણા વખતથી મારી ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું નથી આવતું. કોઈક વાર બ્લુ ફિલ્મ જોઉં તો એની મેળે જ ઉત્તેજના આવી જતી હતી. પરંતુ હમણાંથી એની પણ અસર ઘટી ગઈ છે. પત્ની સાથેના સમાગમ વખતે મેં ત્રણેક વાર વિલાયતી વાયેગ્રા લીધી હતી. એનાથી ઇન્દ્રિયમાં ઉત્તેજના બરાબર આવી અને સંભોગ પણ લાંબો ચાલ્યો હતો, પણ એ ગોળી લીધા પછીની સવારે ખૂબ માથું દુખવા લાગે છે અને ક્યારેક તો ઊલટી થઈ જશે એવું લાગે છે. શું એવી કોઈ ગોળી નથી જે લીધા પછી મારી સમસ્યાનું નિવારણ થાય અને માથું પણ ન દુખે?

જવાબ :
સૌથી પહેલાં તો તમને આ ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાની સમસ્યા કેટલા વખતથી છે એ તમે નથી જણાવ્યું. પત્ર પરથી તો લાગે છે કે ઘણા વખતથી આ સમસ્યા છે અને તમે એની યોગ્ય તપાસ કરાવી નથી.

સૌથી પહેલાં તો તમારે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલનું પ્રમાણ ચકાસવાની ટેસ્ટ કરાવવી જરૂરી છે. શું તમને બ્લડપ્રેશરની તકલીફ છે? એ માટેની કોઈ ગોળીઓ ખાઓ છો? અન્ય કોઈ સમસ્યા માટે કોઈ મેડિકેશન ચાલુ છે? આ બધાને ધ્યાનમાં લેવું જરૂરી છે. આમ તો વાયેગ્રા લીધા પછી માથું દુખવું એ એક કૉમન આડઅસરનું જ લક્ષણ છે, પરંતુ તમને ઇન્દ્રિય ઉત્થાનમાં કેમ તકલીફ પડે છે એનું મૂળ કારણ સમજવા માટે થઈને ઉપર જણાવ્યા મુજબના નિદાન ટેસ્ટ કરાવવા જરૂરી છે.

બને ત્યાં સુધી વાયેગ્રા કે અન્ય કોઈ પણ દવાઓ જાતે જ લેવાનું શરૂ કરી દેવાને બદલે ફૅમિલી ડૉક્ટર કે કન્સર્ન ડૉક્ટરની સલાહ લઈને પછી જ આગળ વધવું. તમે એક વાર તમારા રિપોર્ટ્સ અને કઈ દવાઓ લો છો એની વિગતવાર માહિતી લખી મોકલાવશો તો આગળ શું કરવું એનું માર્ગદર્શન થઈ શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK