મારા પતિ સ્તન દબાવે તો દુ:ખે છે પણ મારી ગર્લ પાર્ટનર દબાવે તો નથી દુ:ખતા શું કરું?

Published: 14th November, 2014 05:15 IST

હું ૩૧ વર્ષની અને બાયસેક્સ્યુઅલ છું. મારાં લગ્ન થયાંને હજી માંડ એક જ વર્ષ થયું છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૩૧ વર્ષની અને બાયસેક્સ્યુઅલ છું. મારાં લગ્ન થયાંને હજી માંડ એક જ વર્ષ થયું છે. મારી ગર્લ પાર્ટનર સાથે મારા સંબંધો હજી ચાલુ છે. મને હસબન્ડ સાથે પણ ગમે છે, પણ ક્યારેક તેમની સાથેના ઇન્ટરકોર્સમાં મને ફિઝિકલ પેઇન વધુ થાય છે. હસબન્ડની ઇચ્છાને પણ સંતોષતી હોવાથી મને ગર્લ પાર્ટનર સાથે સંબંધો રાખવામાં કંઈ વાંધો નથી લાગતો. જોકે જ્યારે પણ હું હસબન્ડ સાથે સમાગમ કરું છું એ પછી મને બ્રેસ્ટ્સમાં દુખે છે. હસબન્ડની બ્રેસ્ટ્સ દબાવવાની આદત હોવાથી મને ચીસ પડાઈ જાય એટલો દુખાવો થાય છે. ક્યારેક તો હું ઇરિટેટ પણ થઈ જાઉં છું. બીજી તરફ મેં નોંધ્યું છે કે મારી ગર્લ પાર્ટનર સાથે એટલો વાંધો નથી આવતો. અમે પણ પરસ્પર બન્નેની ચેસ્ટ સાથે રમીએ છીએ, પરંતુ તેની સાથેની સેક્સક્રીડા પછી બ્રેસ્ટ્સમાં દુખાવો ફીલ નથી થતો. ક્યારેક મને લાગે છે કે ગર્લ પાર્ટનર સાથે વધુ આનંદ આવે છે. મને કંઈક ડર છે કે જો હું આ ચાલુ રાખીશ તો ધીરે-ધીરે બાયસેક્સ્યુઅલમાંથી હોમોસેક્સ્યુઅલ થઈ જઈશ તો?

જવાબ : સેક્સ્યુઅલ પ્રેફરન્સ વ્યક્તિની અતિઅંગત બાબત છે. એ બાબતે વ્યક્તિએ સમાજને નહીં, પોતાની લાગણીઓ શું છે એ સમજીને એને વફાદાર રહેવું જોઈએ. ઘણા લોકો ખરેખર વિજાતીય આકર્ષણ જ ધરાવતા હોય છે, પરંતુ ક્યારેક ચેન્જ માટે થઈને સજાતીય પાર્ટનર તરફ આકર્ષાતા હોય છે. તમારે તમારી જાતને એ વિશે પણ સવાલ કરવો જોઈએ.

સ્ત્રીઓ પોતાના શરીરની રચનાને સારી રીતે જાણતી હોવાથી સામેવાળી સ્ત્રીને ક્યાં, કેટલો અને કેવી રીતે સ્પર્શ કે ભાર આપવાથી સારું લાગશે એ સહેલાઈથી સમજી શકે છે. પુરુષોને સ્ત્રીશરીરની સંવેદનાઓની એટલી ઝીણવટભરી સમજણ નથી હોતી જેટલી સ્ત્રીઓને હોય. આને કારણે પુરુષ કામાવેશમાં આવીને સ્તનોને દબાવે, ખેંચે કે ચૂંથી નાખે છે જે કદાચ સ્ત્રી માટે દુખદાયી અનુભવ રહે છે.

તમને કેવા પ્રકારનો સ્પર્શ ગમે છે એ બાબતે તેમને ગાઇડ કરશો અને તેમના જોશને કારણે તમને હર્ટ થાય છે એ પતિને સમજાવશો તો જરૂર સ્થિતિ સુધરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK