સુંદર છોકરીને જોતા જ ઈન્દ્રિય અતિઉત્તેજીત થઈ જાય છે, શું કરું?

Published: 14th November, 2012 05:27 IST

હું ૨૩ વર્ષનો છું. મને કોઈને કહેવાય નહીં અને મને સમજાય નહીં એવી ચીજો થઈ રહી છે. કોઈ પણ સુંદર છોકરીને જોઈને જો હું કલ્પનામાં સરી જાઉં તો મારી ઇન્દ્રિય ઉત્તેજિત થઈ જાય છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
હું ૨૩ વર્ષનો છું. મને કોઈને કહેવાય નહીં અને મને સમજાય નહીં એવી ચીજો થઈ રહી છે. કોઈ પણ સુંદર છોકરીને જોઈને જો હું કલ્પનામાં સરી જાઉં તો મારી ઇન્દ્રિય ઉત્તેજિત થઈ જાય છે. માંડ કાબૂ રાખું છું ને ટાઇટ અન્ડરવેઅર પહેરું છું છતાં ક્યારેક તો એ પછી અન્ડરવેઅરમાં ચીકાશ બાઝી જાય છે. ઇન્દ્રિયમાંથી ચીકણું પારદર્શક પ્રવાહી નીકળી જાય છે. બીજા લોકોને તો ખબર ન પડે, પણ હું અંદરને અંદર ખૂબ ક્ષોભ અનુભવું છું. બીજું, છેલ્લા કેટલાક દિવસથી મને યુરિન પાસ કરતી વખતે પણ બળતરા થાય છે. બહારની ત્વચા પર તો ખાસ કોઈ લક્ષણો નથી, પણ બળતરાને કારણે ચિંતા થાય છે. શું કરવું એ કહેશો.

જવાબ :
આ ઉંમરે તમને જે કંઈ પણ થઈ રહ્યું છે એ સાવ કુદરતી છે. કુદરતી હૉમોર્ન્સના આવેગને કારણે ઝડપથી ઉત્તેજના આવી જાય એ સ્વાભાવિક છે. ચીકણું પ્રવાહી ઝરે છે એ માટે ક્ષોભ અનુભવવાની જરૂર નથી. એ પણ નૅચરલ જ છે. જેમ ભાવતી ચીજ સામે પડી હોય તો મોંમાં પાણી આવી જાય છે એમ જ સેક્સી અને સુંદર સ્ત્રીને જોઈને જ્યારે કામોત્તેજના આવે ત્યારે ઇન્દ્રિયમાંથી પણ કાઉપસ ગ્રંથિમાંથી નીકળતું ચીકણું પ્રવાહી નીકળે છે.

તમને યુરિન પાસ કરતી વખતે બળતરા કેમ થાય છે એનું યોગ્ય કારણ શોધવું જરૂરી છે. અલબત્ત, ઉત્તેજના અને ચીકણા પ્રવાહી વહેવાને કારણે બળતરા થાય છે એવી ભ્રમણામાં રહેવાની કોઈ જરૂર નથી. કેમ કે એ બેને કોઈ સંબંધ નથી. તમે રોજ કેટલું પાણી પીઓ છો? મોટા ભાગે ઓછું પાણી પીવાને કારણે યુરિનની માત્રા ઘટી જાય છે અને સાંદ્રતા વધી જવાને કારણે પેશાબ પસાર થતી વખતે મૂત્રનલિકામાં બળતરા થાય છે. તમે છૂટથી પેશાબ આવે એ માટે રોજના દસથી બાર ગ્લાસ પાણી પીઓ. મોટા ભાગે પૂરતા પાણીના ઇનટૅકથી બળતરા શમી જવી જોઈએ. અલબત્ત, ત્રણ-ચાર દિવસના પ્રયોગ પછી પણ જો બળતરા ચાલુ રહે તો યુરિન ટેસ્ટ કરાવી લો અને ડૉક્ટરને બતાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK