મારી પત્નીને ફોરપ્લે કરવાનું નથી ગમતું, શું કરું?

Published: 13th December, 2012 06:07 IST

મારાં લગ્નને ચાર મહિના થયાં છે. મારી વાઇફને હું પૂછતો હોઉં છું કે તેને શું વધુ ગમે છે અને શું નથી ગમતું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને ચાર મહિના થયાં છે. મારી વાઇફને હું પૂછતો હોઉં છું કે તેને શું વધુ ગમે છે અને શું નથી ગમતું. પહેલાં તો તે ખૂલીને વાત નહોતી કરતી, પણ હમણાંથી તે કહે છે કે હું ફોરપ્લેમાં ઓછો સમય ગાળું છું એ તેને ગમતું નથી. મારે એ જાણવું છે કે સંભોગ પહેલાં કેટલો સમય ફોરપ્લેમાં ગાળવો જોઈએ? સામાન્ય રીતે ફોરપ્લે, પ્લે અને આફ્ટરપ્લે એમ ત્રણેય તબક્કામાં કેટલો સમય ગાળવો શ્રેષ્ઠ કહેવાય?

જવાબ : ફોરપ્લે અને આફ્ટર પ્લેની ક્રિયાઓ પ્લે એટલે કે સંભોગ જેટલી જ મહત્વની, રોમાંચક અને આનંદદાયી હોય છે. જોકે તમે પૂછ્યું છે કે આ ત્રણેય તબક્કામાં કેટલી મિનિટો ગાળીએ એ શ્રેષ્ઠ કહેવાય એ સવાલનો જવાબ આપી શકાય એમ જ નથી. સેક્સ એ કોઈ વાનગી બનાવવાની રેસિપી તો નથી કે જેમાં પહેલાં બે મિનિટ કાંદા સાંતળો, પછી રાઇસ નાખીને હલાવો અને પછી પાંચ મિનિટ સીઝવા દો એવું મિનિટેમિનિટની ગણતરી કરીને કહી શકાય.

સેક્સ એ દરેક યુગલની પોતાની આગવી આનંદ માણવાની કળા છે. બન્ને પાર્ટનર્સને પસંદ હોય અને પરસ્પરને ઉત્તેજિત કરે એવી ક્રીડાનો સમભોગ એમાં હોય છે. કોઈ યુગલને ફોરપ્લે વધુ પસંદ હોય તો કોઈકને આફ્ટર પ્લે તો વળી કોઈકને આગળપાછળની ક્રીડાઓ કરતાં માત્ર સંભોગમાં જ વધુ રસ હોય. આ દરેક યુગલની આગવી જરૂરિયાત પણ આધારિત છે. તમને અને તમારી પત્નીને શું, કેવું, કેટલું, ક્યારે અને કેવી રીતે કામક્રીડામાં રાચવું ગમે છે એ તમે બે જણ મળીને જ નક્કી કરી શકો. એમાં કોઈ સેક્સોલૉજિસ્ટે પણ વચ્ચે ન પડવું જોઈએ.

ટેક્નિકલી જોઈએ તો ફોરપ્લે પછી સંભોગમાં પ્રવેશતાં પહેલાં યોનિમાર્ગમાં યોગ્ય ચીકાશ પેદા થઈ છે કે કેમ એ એક આંગળી નાખીને જોઈ લેવું જોઈએ. એમ કરવાથી સંભોગ દરમ્યાન ઘર્ષણને કારણે પીડા થવાની શક્યતાઓ નિવારી શકાશે. જોકે યોનિમાર્ગનું લુબ્રિકેશન એ તન ઉત્તેજિત થયાની નિશાની છે, પત્નીની મનની જરૂરિયાત વધુ હોય એવું બની શકે છે. તો થોડાક પ્રયોગો કરો અને બન્ને જણ ભેગા મળીને જ તમારી જરૂરિયાત ડિસ્કવર કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK