સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી અને મારી પત્નીની ઉંમર ૫૯ વર્ષની છે. ઉંમરને કારણે હવે તેને સમાગમમાં ખાસ રસ નથી પડતો. મને પણ ઉત્થાન બહુ ઝડપથી આવતું નથી એટલે હસ્તમૈથુનની આદત પણ નથી. મહિનામાં એકાદ વાર અમે સમાગમ કરતાં હોઈએ છીએ ને એ વખતે હું વાયેગ્રાની એક ગોળી લઉં છું. હમણાં થોડાક દિવસથી ઘરમાં એકાંત મળવાને કારણે મને અને મારી વાઇફને બન્નેને જરા રોમૅન્ટિક થવાની ઇચ્છા થઈ ગઈ. છોકરાઓ દસ-પંદર દિવસ માટે ઘરમાં નહોતા એટલે અનાયાસ જ અમે એ દરમ્યાન ત્રણેક વાર સમાગમ કર્યો. મને ઉત્થાન પણ આવ્યું. જોકે છેલ્લે જ્યારે સમાગમ કર્યો ત્યારે વીર્યની સાથે થોડુંક લોહી પણ નીકળ્યું. પેશાબમાં કોઈ બળતરા કે પીડા નથી. પણ લોહીને કારણે હવે હસ્તમૈથુન કે મૈથુન કરવાની હિંમત નથી થતી.
જવાબ : જ્યારે સમાગમમાં અનિયમિતતા હોય ત્યારે કેટલાક પુરુષોમાં આ સમસ્યા જોવા મળે છે. અનિયમિતતા એટલે કે પહેલા મહિને એકાદ વાર સમાગમ કરવો ને પછી અચાનક જ દસ દિવસમાં ચાર વાર સમાગમ કરવો. આને કારણે પ્રોસ્ટેટની અંદર આવેલી કોઈ રક્તની નળીના તૂટવાને કારણે આવું થઈ શકે છે. આ સમસ્યાને અંગ્રેજીમાં ‘હેમેટોસ્પર્મિયા’ કહેવાય છે. ગુજરાતીમાં એનો અર્થ થાય રક્તયુક્ત ર્વીય. આના માટે કોઈ દવા, ગોળી કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી.
થોડા સમય માટે મરચું-મસાલા અને તળેલાં ફરસાણવાળો ખોરાક ઓછો કરી દો. બાથરૂમમાં એક મોટું પ્લાસ્ટિકનું ટબ લઈ કમરનો ભાગ અંદર ડૂબે અને પગ બહાર રહે એમ બેસો. કમરની નીચેનો પેઢુનો આખો ભાગ પાણીમાં ડૂબેલો રહે એટલું હૂંફાળું ગરમ પાણી ભરો. સવારે અને સાંજે ૧૦-૧૦ મિનિટ બેસશો તો ઘણી રાહત અનુભવાશે. આ ઉપરાંત જો તમે સમાગમ અથવા હસ્તમૈથુનમાં નિયમિતતા રાખશો તો ફરી આ સમસ્યા સર્જાવાની શક્યતા ઘટશે.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 IST