પિરિયડ્સ દરમિયાન લૂઝ મોસન્સ થઈ જાય છે, શું કરવું?

Published: 12th December, 2012 06:37 IST

મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મને પિરિયડ્સ અનિયમિત આવે છે. સાથે જ માસિક આવવાનું હોય એ દિવસે લૂઝ મોશન્સ થઈ જાય છે. આખો દિવસ ચીડિયાપણું રહે છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મને પિરિયડ્સ અનિયમિત આવે છે. સાથે જ માસિક આવવાનું હોય એ દિવસે લૂઝ મોશન્સ થઈ જાય છે. આખો દિવસ ચીડિયાપણું રહે છે. હું ખાવાપીવામાં પૂરતું ધ્યાન રાખું છું એ છતાં માસિકના પહેલા દિવસે તો મને પાંચથી છ વાર ટૉઇલેટ જવું પડે છે અને પાતળો જુલાબ થાય છે. મેં ઘણા પ્રયોગો કર્યા, પણ આવું થાય જ છે. એકાદ મહિનો જો બરાબર જાય તો બીજા જ મહિનેથી ફરી એનું એ જ થઈ જાય છે. આની પાછળનું કોઈ સાયન્ટિફિક કારણ ખરું? અલબત્ત, માસિકના ત્રીજા દિવસે બધું જ પાછું રાબેતા મુજબ થઈ જાય છે. પિરિયડ્સ ક્યારેક ત્રીસ દિવસે આવે છે તો ક્યારેક દોઢેક મહિને. આનું શું કરવું?

જવાબ : ઘણી મહિલાઓને માસિક આવવાનું હોય એ પહેલાં ટિપિકલ લક્ષણો જોવા મળે છે. કોઈકને સખત કબજિયાત થઈ જાય તો કોઈકને લુઝ મોશન્સ. આવું થવું જરૂરી નથી, પણ જો થતું હોય અને માસિક પૂરું થયા પછી બધું બરાબર થઈ જતું હોય તો ચિંતાને કોઈ કારણ નથી. આ એક પ્રકારનો પ્રી-મૅન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ જ છે.

તમારી પિરિયડ સાઇકલમાં અનિયમિતતા છે એ થોડીક ચિંતાનો વિષય છે. માસિકમાં રેગ્યુલારિટી આવે એ માટે તમારે એક્સરસાઇઝ અને ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે. અનિયમિતતાનું કારણ શું છે એ પણ જાણી લેવું જોઈએ. એ માટે ગાયનેકોલૉજિસ્ટની સલાહ લઈને સ્ત્રી-હૉમોર્ન્સ FSH, LH, Prolactine, TSH ટેસ્ટ કરાવી લો. 

માસિક પહેલાં લૂઝ મોશન્સ થઈ જવાને કારણે એનર્જી ઘટી જતી હોય એવું લાગે તો લીંબુનું પાણી ચપટીક નમક

નાખીને દિવસમાં બે વાર પીવું. સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવાથી પણ શરીરમાંથી વધારાનું પાણી ડાયેરિયા વાટે વહી જતું અટકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK