હૉટ અને સેક્સી મૉડલ્સનાં પોસ્ટર્સ જોઈ ઉંઘમાં પણ ઈન્દ્રિય એકદમ ટાઈટ થઈ જાય છે, શું કરું?

Published: 12th November, 2014 05:13 IST

મારી ઉંમર ૨૦ વર્ષ છે. બૉય્સ હૉસ્ટેલમાં રહું છું. મારા રૂમના છોકરાઓ મને ખૂબ ચીડવે છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૦ વર્ષ છે. બૉય્સ હૉસ્ટેલમાં રહું છું. મારા રૂમના છોકરાઓ મને ખૂબ ચીડવે છે. તેઓ રૂમમાં હૉટ અને સેક્સી મૉડલ્સનાં અર્ધનગ્ન પોસ્ટર્સ લગાવી રાખે છે. મને એ જોઈને ઉત્તેજના આવી જાય છે. મેં એ હટાવવાનું કહ્યું છે ત્યારથી તેઓ મને ખૂબ ચીડવે છે. ક્યારેક તો ઊંઘમાં જ સ્ખલન થઈ જાય છે અને એક-બે વાર તો અડધી રાતે ઊઠ્યો ત્યારે મારી ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં હતી. બીજા મિત્રો જાગતા હોવાથી મારે ભોંઠા પડવાનું થયું. આખી રાત જાતજાતનાં સપનાં આવે છે. ક્યારેક બિહામણાં તો ક્યારેક ઉત્તેજક. આ બન્નેથી હું કંટાળી ગયો છું. ઊંઘ પૂરી થતી ન હોવાથી આખો દિવસ ઊંઘરેટાપણું રહે છે. જો આમ જ રહેશે તો હું ભણવામાં પણ પૂરું ધ્યાન આપી નહીં શકું. રાતના સમયે ઉત્તેજના ન આવે એ માટે શું કરવું?

જવાબ : ઊંઘ દરમ્યાન શિશ્નમાં આવતી ઉત્તેજના અને કડકપણું એ તમે પુખ્ત વયના થઈ ચૂક્યા છો અને તમારી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીઝ નૉર્મલ છે એનાં લક્ષણો છે. દરેક પુરુષમાત્રને ઊંઘમાં અમુક ચોક્કસ સમયાંતરે ઇન્દ્રિયમાં કડકપણું આવે છે. જો એ ન આવતું હોય તો ચિંતાની વાત છે. ફ્રેન્ડ્સ શું કહેશે એની ચિંતા કરવાને બદલે તમારે તો ખુશ થવું જોઈએ કે તમે ફિઝિકલી એકદમ ફિટ છો. મિત્રો ચીડવે છે માટે તમને ઉત્તેજના ન આવવી જોઈએ એવો આગ્રહ માનસિક તાણ જ પેદા કરશે.

હૉમોર્ન્સના કુદરતી ક્રમને પડકારવાને બદલે જો તમને રૂમમાં રહેતા મિત્રો સાથે ન ફાવતું હોય તો રૂમ ચેન્જ કરી લો એ જ બહેતર છે. ઊંઘમાં બિહામણાં સપનાં આવતાં હોય તો મગજને શાંત કરવા માટે રાતે સૂતાં પહેલાં તલનું તેલ ગરમ કરીને કોકરવરણું હોય ત્યારે કાનમાં પૂરીને બીજા પડખે સૂઈ જવું. કોઈ મંત્રનો રિધમમાં જાપ કરીને કે સુકૂન આપે એવું સંગીત સાંભળીને સૂઈ જવાની આદત પાડવાથી મગજ શાંત થશે. રોજ સવારે ઊઠીને ગાયના ઘીનાં ટીપાં બન્ને નસકોરાંમાં નાખીને પાંચ-દસ મિનિટ સૂવું. ગાયના ઘીનાં ટીપાંનો પ્રયોગ તમને મગજ એકાગ્ર કરીને ભણવામાં પણ ફાયદો કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK