મૉર્નિંગ આફ્ટર પિલના કારણે પ્રેગનન્સી ન રહે તેવું હોઈ શકે?

Published: 11th December, 2012 09:06 IST

મારી ઉંમર ૨૯ વર્ષ છે. લગ્ન પહેલાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવા માટે મેં લગભગ ચાર-પાંચ વાર મૉર્નિંગ આફ્ટર પિલ લીધી હતી. એ ગોળી લીધા પછી મને ખૂબ જ બ્લીડિંગ થતું હતું.


(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. લગ્ન પહેલાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવા માટે મેં લગભગ ચાર-પાંચ વાર મૉર્નિંગ આફ્ટર પિલ લીધી હતી. એ ગોળી લીધા પછી મને ખૂબ જ બ્લીડિંગ થતું હતું. મારાં લગ્ન થયાંને ચાર વરસ થયાં છે, પણ હવે મને પ્રેગ્નન્સી રહેતી જ નથી. શું મેં પેલી ગોળીઓ લીધેલી એને કારણે હશે? મારાં લગ્ન મારા બૉયફ્રેન્ડ સાથે જ થયાં છે અને તેને આ બધા વિશે ખબર છે. હમણાંથી તો મારા પિરિયડ્સ પણ રેગ્યુલર નથી રહ્યા. ચિંતાને કારણે વજન વધી ગયું છે અને હું ડિપ્રેશનમાં સરી પડી છું. રિપોર્ટ કઢાવ્યા તો હૉમોર્ન્સમાં જ ગરબડ છે. આટલું હોવા છતાં ડૉક્ટર મને પિરિયડ્સ લાવવા માટે રોજ સવારે લેવાની ગર્ભનિરોધક ગોળીઓ જ આપે છે. આવું કેમ? બાળક થાય એ માટે કરવું શું?

જવાબ :
તમારા હૉમોર્ન્સ રિપોર્ટમાં અસંતુલન છે, પિરિયડ્સ અનિયમિત છે, વજન વધી ગયું છે અને ડિપ્રેશન જેવું લાગે છે. આ બધાં લક્ષણો પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ તરફ આંગળી કરે છે. આ તકલીફમાં ઈંડું પેદા થાય છે, પણ પરિપક્વ થઈને છૂટું પડતું નથી. એને કારણે માસિકચક્રમાં અનિયમિતતા આવી જાય છે.

તમને ડૉક્ટરે મહિનામાં ૨૧ દિવસ લેવાની ગર્ભનિરોધક ગોળીઓ આપી છે એ તમારું માસિકચક્ર નિયમિત કરવા માટે છે. તમારે પ્રેગ્નન્સી રાખવી હોય તો એ માટે થઈને પહેલાં હૉમોર્ન્સ બૅલેન્સ થાય એ જરૂરી છે. તમે સૌથી પહેલાં તો નિયમિત કસરત કરવાનું શરૂ કરો, ડાયટમાં ધ્યાન રાખો. મન પ્રફુલ્લિત રહે એવી પ્રવૃત્તિઓ કરો.

વજન ઘટશે, હૉમોર્ન્સ સંતુલિત થશે અને ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ બંધ કર્યા પછી પણ નિયમિત પિરિયડ્સ આવવાનું શરૂ થાય ત્યાં સુધી ધીરજ રાખીને આ ટ્રીટમેન્ટ કરાવો. સાથે જ પતિના ર્વીયનો રિપોર્ટ પણ કઢાવી લેજો.

ઝડપથી પરિણામ મેળવવું હોય તો લીલાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો, જન્કફૂડ બંધ કરો અને કસરતમાં નિયમિતતા લાવીને વજન ઉતારો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK