મારો દીકરો અત્યારથી તે ખૂબ જ કામુક થવા લાગ્યો છે, શું કરું?

Published: 10th December, 2012 09:27 IST

મારો દીકરો ૧૭ વર્ષનો છે. કૉલેજમાં આવ્યો છે ત્યારથી તેના રૂમમાં અને ભણવાના ચોપડાઓની વચ્ચે અત્યંત ટૂંકાં કપડાં પહેરેલી મૉડલો, હિરોઇનોના ફોટાઓ પડ્યા હોય છે.Woman raped, senior citizen raped

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારો દીકરો ૧૭ વર્ષનો છે. કૉલેજમાં આવ્યો છે ત્યારથી તેના રૂમમાં અને ભણવાના ચોપડાઓની વચ્ચે અત્યંત ટૂંકાં કપડાં પહેરેલી મૉડલો, હિરોઇનોના ફોટાઓ પડ્યા હોય છે. લગભગ અર્ધનગ્ન કહી શકાય એવાં મૅગેઝિનોનાં પોસ્ટર્સ પણ તેના રૂમમાંથી નીકળે છે. અત્યાર સુધી તે પોતાનું કબાટ ખુલ્લું રાખતો હતો, પણ હવે આવી ચીજો સંઘરવા માટે થઈને એને લૉક કરીને જાય છે. ક્યારેક તો સવારે ઉઠાડવા જાઉં ત્યારે તેના ઓશીકા નીચે આવા ફોટા પડ્યા હોય છે. અત્યારથી તે ખૂબ જ કામુક થવા લાગ્યો છે એવું તો નથીને? આજકાલના છોકરાઓને ગ્લૅમરસ હિરોઇનો ગમતી હોય એ સ્વાભાવિક છે, પણ એકદમ ટૂ પીસમાં હોય એવી મૉડલોના ફોટા સંઘરવાની આદત કંઈક વધુપડતી નથી?

જવાબ : સાચું કહું તો મને આમાં કંઈ જ વધુપડતું નથી લાગતું. બલ્કે, એ ખૂબ જ નૅચરલ છે. હજી નવું-નવું તે પોતાના બૉડી પ્રત્યે સભાન થયો છે. વિજાતીય આકર્ષણ અનુભવવાના શરૂઆતના આ ગુલાબી દિવસો છે, જેમાં આવું થવું નૅચરલ છે. સ્વસ્થ માનસિકતા ધરાવતા કોઈ પણ હેટ્રોસેક્સ્યુઅલ (વિજાતીય સંબંધો ધરાવતી) યુવાનને વિજાતીય વ્યક્તિની બૉડી પ્રત્યે જે કુતૂહલ હોય એવું જ તમારા દીકરાને પણ છે. તમે પોતે પણ વિચારશો તો સમજાશે કે ૧૭-૧૮ વર્ષની વયે તમને પણ વિજાતીય વ્યક્તિની હૅન્ડસમ બૉડીને જોઈને તમારી અંદર પણ અજીબ સી હલચલ મચતી જ હશે. ઇનફૅક્ટ મોટી ઉંમરના પુરુષો પણ અર્ધનગ્ન સ્ત્રીશરીર જોઈને વિચલિત થઈ જ જાય છેને?

તમારો દીકરો જ્યાં સુધી પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે ફોટો કે કલ્પનાની દુનિયામાં રાચે છે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. તેની આ આદતને પોષવાની કે કોસવાની જરૂર નથી. જસ્ટ નજર રાખો કે તે આ કુતૂહલ સંતોષવા માટે કોઈ ખોટા રસ્તા ન અપનાવે. સાથે જ સેક્સ અને સેક્સને લગતી એથિક્સ વિશે તેને ઘરમાંથી જ સાચું જ્ઞાન મળે એ માટે આ બાબતે ઘરમાં હેલ્ધી ચર્ચા કરવાનું શરૂ કરવું પણ જરૂરી છે. એમ કરવાથી થોડા જ સમયમાં એની મેળે જ વર્તન

ઘટવા લાગશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK