શું સિગારેટ પીવાથી સેક્સ કરવાની ક્ષમતા ઘટી જાય?

Published: 10th November, 2014 05:25 IST

મારી ઉંમર ૨૮ વર્ષ છે. હું ૧૯ વર્ષનો હતો ત્યારથી સ્મોકિંગની આદત છે.સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. હું ૧૯ વર્ષનો હતો ત્યારથી સ્મોકિંગની આદત છે. રોજની આઠ-દસ સિગારેટ પી જાઉં છું. મારાં લગ્નને પણ ચાર વર્ષ થયાં છે. મારી વાઇફના કહેવાથી મેં સિગારેટ ઓછી કરી હતી, પણ હવે બાળકના આવ્યા પછી તો તેણે સદંતર બંધ કરાવી દીધી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી મેં એક પણ સિગારેટ પીધી નથી. આ સમયગાળો ખૂબ જ ખરાબ છે. મને કોઈ વાતનું ચેન નથી. સેક્સની ઇચ્છા થાય છે, પણ પૂરતી ઉત્તેજના નથી આવતી. નિકોટિન ન મળવાને કારણે ખૂબ ગુસ્સો આવ્યા કરે છે. સમાગમનો પ્રયત્ન કર્યો, પણ પૂરતી સખતાઈના અભાવે યોનિપ્રવેશ જ નથી થઈ શકતો. શું સ્મોકિંગ છોડી દઈશ તો સેક્સ-લાઇફ પણ ખતમ થઈ જશે? સ્મોકિંગ વિના નિકોટિન લઈ શકાય ખરું જેથી ઇન્દ્રિયમાં સખતપણું આવી શકે? વાયેગ્રા લઉં તો કામેચ્છા જાગે?

જવાબ : તમે સાચા રસ્તે છો. શરૂઆતની તકલીફોથી ગભરાઈને ફરી પાછા ખોટા રસ્તે ન જતા. સિગારેટ છોડી દેવાથી લોહીમાં નિકોટિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે એ વાત સાચી; પણ એનાથી તમારી સેક્સ-લાઇફ ઓવરઑલ સારી જ થશે, ખરાબ નહીં.

નિકોટિનના બંધાણીને જ્યારે એ ન મળે ત્યારે શરૂઆતમાં ઍન્ગ્ઝાયટી અનુભવાય છે. ઘણી વાર હાર્ટ-બીટ વધી જાય, હાથ ધ્રૂજે, ગળું સુકાઈ જાય વગેરે ચિહ્નો પણ દેખાય. શરૂઆતમાં વ્યક્તિની ઉત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. વર્ષોની નિકોટિનની આદત છોડતી વખતે અત્યારે તમને જે બેચેની અને શારીરિક તકલીફો દેખા દે છે એ વિડ્રૉઅલ સિમ્પ્ટમ જ છે. એ ટેમ્પરરી હોય છે એટલો ભરોસો રાખો. હજી માંડ થોડાંક અઠવાડિયાં થયાં છે. તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવશો તો ધીમે-ધીમે તમારી તકલીફો દૂર થઈ જશે.

લાંબા ગાળે સ્મોકિંગ માત્ર સેક્સ-લાઇફ માટે જ નહીં, ઓવરઑલ તંદુરસ્તી માટે પણ હાનિકારક છે. સિગારેટ ન પીવાથી ભલે તમને હાલમાં કોઈ તકલીફ દેખાય, પરંતુ લાંબા ગાળે એ સારા માટે જ છે. એક વાત સમજી લેવા જેવી છે કે સ્મોકિંગ, શરાબ અને સ્ટ્રેસ આ ત્રણેય લ્ સેક્સ માટે ખતરનાક છે.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK