પુત્ર પ્રાપ્તિ થાય તે માટે કઈ રીતે અને કયા દિવસે સમાગમ કરવો?

Published: 9th November, 2012 05:37 IST

મારી ઉંમર ૫૨ વર્ષ અને પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. તેનું એપ્રિલ મહિનાના અંતમાં ગર્ભાશયની થેલી કાઢવાનું ઑપરેશન થયું હતું. અત્યારની નવી ટેક્નૉલૉજી દ્વારા થયેલું હોવાથી બહારથી ટાંકા લીધા નથી.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૫૨ વર્ષ અને પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. તેનું એપ્રિલ મહિનાના અંતમાં ગર્ભાશયની થેલી કાઢવાનું ઑપરેશન થયું હતું. અત્યારની નવી ટેક્નૉલૉજી દ્વારા થયેલું હોવાથી બહારથી ટાંકા લીધા નથી. શું સમાગમ કરવો હોય તો કરી શકાય?

જવાબ : ગર્ભાશયનું ઑપરેશન કરાવ્યા પછી પણ સ્ત્રીની સેક્સલાઇફ નૉર્મલ રહી શકે છે. શું તમે છેલ્લે જે ડૉક્ટરે સર્જરી કરેલી એનું ચૅક-અપ કરાવ્યું છે? ઑપરેશનને ઘણો વખત થઈ ગયો હોવાથી જો હવે પત્નીની પણ તૈયારી હોય તો સમાગમમાં જરૂર રાચી શકાય. સામાન્ય રીતે મેનોપૉઝ પછી અને ગર્ભાશય કાઢી નાખ્યા પછી હૉમોર્ન્સની ઊણપને કારણે યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ નથી આવતી. તમે પૂરતો સમય ફોર-પ્લેમાં ગાળો એ જરૂરી છે. એ છતાં ચીકાશ ન ઉત્પન્ન થાય તો ચોખ્ખું કોપરેલ તેલ કે કેવાય જેલી લગાવીને પછી યોનિપ્રવેશ કરાવશો તો ઇન્દ્રિયપ્રવેશ સરળ બનશે અને પત્નીને પણ મજા મળશે તો તેને પણ એ પછીથી સમાગમની ઇચ્છા થશે.

€ € €

સવાલ : અમારા લગ્નને આઠ વરસ થઈ ગયાં છે, પણ હજી પારણું બંધાયું નથી. મને અને મારી પત્નીને સેક્સલાઇફથી કોઈ અસંતોષ નથી. અમે મહિનામાં લગભગ દસેક વાર સમાગમ કરીએ છીએ ને હું વીર્ય યોનિમાં જ સ્ખલિત કરું છું. અમારા ઘરે બાળક જન્મે એ માટે કઈ રીતે અને કયા દિવસે સમાગમ કરવો જોઈએ?

જવાબ : જો તમે આઠ વરસથી બાળક માટે પ્રયત્ન કરતા હો અને નિયમિત સમાગમ માણી શકતા હોવા છતાં સફળતા ન મળતી હોય તો હવે બીજા કોઈ જ અખતરા કર્યા વિના તરત જ કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને મળવું જોઈએ. બીજું, તમારા વીર્યમાં શુક્રાણુની સંખ્યા અને ગતિની તપાસ કરાવો. ધારો કે બેમાંથી કોઈ એકમાં કે બન્નેમાં તકલીફ હોય તો બન્નેની તરત સારવાર કરાવો. જેટલી ઝડપથી સારવાર કરાવશો એટલા સફળતાના ચાન્સિસ વધારે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK