મને મૅસ્ટરબેશન કરવાની આદત છે અને સ્તન ખુબ જ મોટા થઈ ગયા છે, શું કરું?

Published: 9th October, 2014 04:37 IST

મારી ઉંમર બાવીસ વર્ષની છે. કુંવારી છું અને સંતોષ માટે માત્ર મૅસ્ટરબેશન જ કરું છું.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર બાવીસ વર્ષની છે. કુંવારી છું અને સંતોષ માટે માત્ર મૅસ્ટરબેશન જ કરું છું. અજાણ્યા અથવા તો ટૂંકા ગાળાના સંબંધોમાં પડવાનું રિસ્ક લઈ શકું એમ નથી. જોકે મારી સમસ્યા એ છે કે મારાં બ્રેસ્ટ ખૂબ જ મોટાં થઈ રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં મારાં બ્રેસ્ટ એક સાઇઝ વધ્યાં છે. એમાં હેવીનેસ પણ ખૂબ લાગે છે. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે છોકરીઓ મૅસ્ટરબેશન કરતી હોય તો આવું થઈ શકે છે. શું આ વાત સાચી છે?

જવાબ : મૅસ્ટરબેશન કરવાને અને બ્રેસ્ટ મોટાં થવાને કોઈ સંબંધ નથી. હેવીનેસ કે ટેન્ડરનેસ ક્યારેક અનુભવાય તો એ હૉમોર્ન્સની ઊથલપાથલને કારણે હોઈ શકે. માસિક પહેલાંના અમુક ચોક્કસ દિવસો દરમ્યાન આવું થઈ શકે છે.

€ € €

સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. મને પ્યુબિક હેર પસંદ નથી. સીઝરથી વાળ કાપવાથી મૂળમાંથી વાળ દૂર થતા નથી. રેઝરથી શેવિંગ કરવાથી એ ભાગના વાળ વધુ જાડા થઈ જાય છે. મને મારી પાર્લરવાળી છોકરીએ એક વાર બિકિનીલાઇન વૅક્સિંગ કરી આપેલું. એનાથી ઘણું જ સારું રહેલું. વૅક્સ કરેલા વાળ જલદી ઊગતા પણ નથી. એ જ કારણોસર મેં બિકિનીલાઇનથી આગળ વધીને અંદરના વાળમાં પણ વૅક્સ કરવાની કોશિશ કરેલી. જોકે એનાથી અડધા વાળ નીકળ્યા, અડધા નહીં. કદાચ વાળ ખેંચાયા હશે એટલે પહેલાં ખંજવાળ આવવા લાગી અને પછી એ ભાગમાં ત્રણ-ચાર ફોલ્લીઓ થઈ. એમાં પાક થયો અને ફૂટી ગઈ. જોકે એ મટ્યા પછી એક પછી એક ફોલ્લી થયા જ કરે છે. શું આ વૅક્સિંગને કારણે જ થયું હશે કે પછી ચેપ લાગ્યો છે?

જવાબ : પ્રાઇવેટ પાર્ટની જગ્યાની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. એને પ્રોટેક્ટ કરવા માટે જ કુદરતે એ ભાગમાં વાળનું આવરણ આપ્યું છે. તમે એ ત્વચા ખેંચાય એ રીતે વાળ કાઢો તો આવું થાય એ સ્વાભાવિક છે. વાળનાં મૂળ ખેંચાવાને કારણે છિદ્રોમાં પસ ભરાય છે. જો એક પછી એક જગ્યાએ ફોલ્લીઓ થવાનું ચાલુ જ હોય તો એ ભાગની એક્સ્ટ્રા કૅર કરવી જરૂરી છે.

એ ભાગ ચોખ્ખો અને કોરો રાખો. ઍન્ટિ-સેપ્ટિક પાઉડર લગાવો અને ફરીથી વૅક્સિંગ કરવાની ભૂલ ન કરવી. જો ફોલ્લીઓ થવાનો સિલસિલો ચાલતો જ રહે તો ગાયનેકોલૉજિસ્ટને એક વાર બતાવી દો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK