સેક્સ પહેલા અને પછી કેવી વાતો કરવી જોઈએ?

Published: 8th November, 2012 08:31 IST

તમારી કૉલમમાં ઘણી વાર વાંચ્યું છે કે સ્ત્રીઓને સમાગમ પહેલાં અને પછી વાતચીત કરવાનું ગમે છે.સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : તમારી કૉલમમાં ઘણી વાર વાંચ્યું છે કે સ્ત્રીઓને સમાગમ પહેલાં અને પછી વાતચીત કરવાનું ગમે છે. મારે જાણવું છે કે તેમની સાથે કેવા પ્રકારની વાતચીત કરવી જોઈએ? મારી વાઇફને ખૂબ જ ફરિયાદ રહે છે કે હું તેની સાથે માત્ર સેક્સ જ કરું છું ને પછી વાતો કર્યા વિના જ સૂઈ જાઉં છું. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ એટલે અમને દિવસ દરમ્યાન ખાસ વાતચીત કરવા નથી મળતી ને રાત્રે વાત કરવા બેસીએ તો આડે પાટે ચડી જવાય છે. જો ક્યારેક ફોર-પ્લે દરમ્યાન અમે કોઈક વાતે ચડી જઈએ છીએ તો બધો રોમૅન્ટિક મૂડ ઓસરી જાય છે ઉગ્ર ચર્ચાને કારણે સેક્સ તો બાજુ પર જ રહી જાય છે. તમે જ મને કંઈક સમજાવો કે કેવા પ્રકારની વાતો કરવી ને કેવી નહીં?

જવાબ : દિવસ દરમ્યાન વાતચીત કરવાની મોકળાશ નથી મળતી એવા સમયે જો તમે સેક્સ પહેલાં કે પછી દિવસ દરમ્યાનની ઘટનાઓથી વાતો કરવાથી શરૂ કરતા હો તો એમ ન કરવું. તમારે કેવી વાતો કરવી એ જાણવા કરતાં કેવી ન કરવી એ જાણી લેવું જરૂરી છે. વાત કરવા ખાતર કરવી જરૂરી નથી. ઘરની ચિંતાઓ, જવાબદારી, સમસ્યાઓ, અન્ય સંબંધોમાં સમસ્યાઓની મૂંઝવણ, બાળકોની તકલીફો જેવી ટેન્શન અપાવે અને કદાચ ઇરિટેટ કરી શકે એવી બાબતોની ચર્ચાથી દૂર રહેવું.

આવા સમયે કોઈ પણ સબ્જેક્ટની બૌદ્ધિક ચર્ચામાં પણ પડવું ઠીક નથી. આ સમય પ્રેમ અને હૃદયને સમર્પિત છે. એમાં મગજની કુસ્તી કરવાની જરૂર નથી.

ફોર-પ્લે દરમ્યાન ઉત્તેજના વધે એ માટે હળવી, મીઠી અને પરસ્પરને ગમે એવી વાત કરવી જોઈએ. તમને પત્નીની કઈ બાબત ખૂબ ગમે છે, તમારી સેક્સ્યુઅલ ફૅન્ટસી શું છે અને તમને આ સંબંધમાં શું કરવાનું સૌથી વધુ પસંદ છે એ વિશે વાતચીત કરી શકો છો. સેક્સ-સેશન પછી તમને બન્નેને શું ગમ્યું અને કેમ ગમ્યું એ વિશે વાત કરી શકો છો. કઈ ઍક્ટથી તમને વધુ ગમે છે, છેલ્લે ક્યારે તમે ખૂબ જ એન્જૉય કરેલું અને રૉમેન્સની તમારી બન્નેની કલ્પનાઓ વિશે પણ ચર્ચા થઈ શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK